દાળ પકવાન(pakvana recipe in Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

દાલ પકવાન એ અમારા સિન્ધીઓની વિશેષતા છે.અમારા ધરમાં દાલ પકવાન બધાના ફેવરિટ છે. ત્રણ રીતે દાલ પકવાન બનાવેલ છે. મેઈન કોસૅ તરીકે, સ્ટાટર તરીકે, તેમજ ઈવનીંગ સ્નેક મા આપણી અનુકૂળતા મુજબ બનાવી શકાય.

દાળ પકવાન(pakvana recipe in Gujarati)

દાલ પકવાન એ અમારા સિન્ધીઓની વિશેષતા છે.અમારા ધરમાં દાલ પકવાન બધાના ફેવરિટ છે. ત્રણ રીતે દાલ પકવાન બનાવેલ છે. મેઈન કોસૅ તરીકે, સ્ટાટર તરીકે, તેમજ ઈવનીંગ સ્નેક મા આપણી અનુકૂળતા મુજબ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ સવૅ
  1. ચણાની દાળ ૧કપ
  2. કપમગની દાળ અડધો
  3. મીઠું, હળદર સ્વાદ અનુસાર
  4. લાલ મરચું પાઉડર
  5. ધાણાજીરું પાઉડર
  6. આમચૂર પાઉડર
  7. આંબલી ની ચટણી
  8. ડુંગળી ઝીણી સમારેલી
  9. તેલ
  10. ધાણાભાજી
  11. પકવાન માટે
  12. ૧ કપમેંદો
  13. કપઘઉંનો લોટ અડધો
  14. તેલ
  15. મીઠું
  16. ચમચીઅજમો અડધી
  17. ચમચીજી૱ અડધી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાની દાળ અને મગની દાળ ને બે કલાક માટે પલાળી કુકરમાં હળદર અને મીઠું નાખીને બાફી લો. તેને સવિંગ બાઉલમાં લઈ લો. તેના પર ધાણાજીરું પાઉડર, મરચું પાઉડર અને આમચૂર પાઉડર સ્પીંકલ કરો. તેલ ગરમ કરી મસાલા પર વઘાર કરો.તેના પર ધાણાભાજી નાખો.

  2. 2

    ઝીણી સમારેલી ડુંગળી અને આંબલી ની ચટણીથી ગારનીશ કરો.

  3. 3

    મેંદાના લોટમાં ઘંઉનો લોટ,તેલનુ મોણ, મીઠું, જી૱,અજમો નાખીને પકવાન નો લોટ બાંધી લો. અેક લુઓ લઈ તેના પકવાન બનાવો. તેને દાળ, ડુંગળી અને તળેલા મરચાં સાથે સવૅ કરો.

  4. 4

    રીત ૨:દાળ બાફીને તેમા મરચું પાઉડર, આમચૂર પાઉડર નાખીને દાળ લિક્વિડ કરો. સવૅઈગ બાઉલમાં પકવાન નો ભૂકો નાખો. તેના પર દાળ નાખી ગોળ અને આંબલી ની ચટણી,લીલી ચટણી, ટોમેટો કેચપ, ડુંગળી ઝીણી સમારેલી, સેવ, તેમજ માંડવીના બી નાખી ને સવૅ કરો. આનો ટેસ્ટ રગડા જેવો આવે છે.

  5. 5

    રીત:૩ બાસ્કેટ પૂરી બનાવી તેમાં વઘારેલી દાળ નાખી ગોળ અને આંબલી ની ચટણી,લીલી ચટણી, ટોમેટો કેચપ, ડુંગળી ઝીણી સમારેલી, સેવ, તેમજ માંડવીના બી નાખી ને સવૅ કરો આનો ટેસ્ટ બાસ્કેટ પૂરી જેવો આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes