શક્કરિયા અને સામા ના ક્રિસ્પી વડા (Shakkariya Samba Crispy Vada Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#ડિનર રેસીપી
#CookPad
#Coopadgujarati
#Cookpadindia
આ વડાની રેસિપી બનાવીને તેનું કુકસનેપ કરવામાં આવ્યું છે

શક્કરિયા અને સામા ના ક્રિસ્પી વડા (Shakkariya Samba Crispy Vada Recipe In Gujarati)

#ડિનર રેસીપી
#CookPad
#Coopadgujarati
#Cookpadindia
આ વડાની રેસિપી બનાવીને તેનું કુકસનેપ કરવામાં આવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 વાટકીસામો(મોરૈયો)
  2. 250 ગ્રામશકરીયા
  3. 2ઝીણા સમારેલા મરચાં
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીસમારેલી કોથમીર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીસિંધાલુણ
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીમરચું
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1/2 ચમચી પીસેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકો સામો લેવો 250 ગ્રામ શક્કરિયા લેવા સામા ને મિક્સર જારમાં માં ક્રશ કરી લેવો કરી લેવો ત્યારબાદ કુકરમાં બે વાટકા પાણી નાખું તેમાં ક્રશ કરેલો સામો નાખવો અને શક્કરીયાને સમારીને નાખવા કુકરની બે વિશલ કરવી

  2. 2

    ત્યારબાદ આ વડા નું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેમાં ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ નાખવી સમારેલા મરચાં નાખવા સમારેલી કોથમીર નાંખવી 1/2 ચમચી હળદર નાંખવી એક ચમચી મરચું 1 ચમચી ચાટ મસાલો નાખવો 1/2 ચમચી દળેલી ખાંડ નાખવી એક ચમચી સિંધાલુણ નાખવું આ બધો મસાલો મિશ્રણમાં મિક્સ કરવો ત્યારબાદ નાના નાના લુઆ લઈને થેપીને ને વડા બનાવવા ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરી તેમાં ધીમે ધીમે વડા નાખી ધીમે તાપે બ્રાઉન કલરના થાય તેવા તળવા અને એક ડીશમાં ગોઠવવા

  3. 3

    ત્યારબાદ દહીં ની ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવા આ શક્કરીયા અને સામા ના વડા ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes