અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#રાેટીસ
એવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે.

અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)

#રાેટીસ
એવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. સ્ટફીંગ માટે:
  2. 1નંગ એવાેકાડાે
  3. 1નંગ કેપ્સીકમ સમારેલું
  4. 2નંગ બટાકા બાફીને મેસ કરેલા
  5. 1/2કપ બાફેલી મકાઇના દાણા
  6. 1માેટી ચમચી તેલ
  7. 1માેટી ચમચી આદું મરચાની પેસ્ટ
  8. 1ચમચી કાશ્મીરી લાલ મરચું
  9. 1ચમચી હરદળ
  10. 1ચમચી ધાણાજીરૂ પાવડર
  11. 1ચમચી ગરમ મસાલાે
  12. 4-5નંગ ફૂદીનાે કાપેલાે
  13. 1ચમચી લીંબુનાે રસ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પરાઠા માટે:
  16. 1કપ ઘઉંનાે લાેટ
  17. 2ચમચી મેંદાનાે લાેટ
  18. 1/4ચમચી અજમાે
  19. 1/4ચમચી મીઠું
  20. 1ચમચી તેલ
  21. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    પરાઠાની રીત:
    ઉપર બતાવ્યા મુજબ બધી સામગ્રી મીક્ષ કરી નરમ લાેટ બનાવી લેવું અને સાઇડ પર રેસ્ટ માટે મૂકવું.

  2. 2

    સ્ટફીંગ ની રીત:
    પેન લઇ ગરમ થાય કે એમા તેલ અને આદું મરચાની પેસ્ટ ઉમેરી લેવી.

  3. 3

    હવે કેપ્સીકમ, એવાેકાડાે(અહિ થાેડાે કાચાે લીધું છે પણ તમારી પાસે પાકાે હાેય તાે બાફેલા બટાકા ની જેમ મેસ કરી ને પણ લઇ શકાય છે) અને મકાઇના દાણા ઉમેરી બરાબર મીક્ષ કરી લાે.

  4. 4

    હવે બધા મસાલા ઉમેરી મીક્ષ કરી, બટાકાનાે માવાે ઉમેરીને બરાબર મીક્ષ કરી લેવું.

  5. 5

    ત્યારબાદ ફુદીનાના પાન અને લીંબુ રસ ઉમેરી લાે. તાે તૈયાર છે આપનું સ્ટફીંગ.

  6. 6

    હવે પરાઠાના લાેટ માંથી નાના નાના લૂવા લઇ સ્ટફીંગ ભરી પરાઠા બનાવી લાે.

  7. 7

    તાવી પર પરાઠા મૂકી ઉપર થી તેલ લગાવી બંને બાજુ ગુલાબી રંગના સેકી લેવા. બીજા પરાઠા પણ આવી રીતે તૈયાર કરવા. અહિ મેં કી્મી ટાેમેટાે સુર અને દહીં સાથે સવઁ કયુઁ છે. તમે કેચપ, અથાંણા કે ચટની સાથે પણ ખાઈ શકાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes