ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

# વિકમિલર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બંગાળી ચમચમ માટે:-
  2. 500મીલી દૂધ
  3. 250 ગ્રામખાંડ
  4. 1 ચમચીતુટીફૂટી
  5. 3 નંગઇલાયચી
  6. 2 ચમચીરવો
  7. 1 નંગલીંબુ
  8. 0.25 ચમચીબેકિંગ સોડા
  9. 2 ચમચીટોપરું
  10. રસગુલ્લા માટે:-
  11. 500મીલી દૂધ
  12. 250 ગ્રામખાંડ
  13. 1 ચમચીરવો
  14. 1 ચમચીઇલયચી પાઉડર
  15. 1 નંગલીંબુ
  16. 0.25 ચમચીબેકિંગ સોડા
  17. પીનટ બરફી માટે:-
  18. 2 વાટકીશીંગદાણા(શેકેલા)
  19. 1 વાટકીખાંડ(ચાસણી માટે)
  20. 2 ચમચીકાજુ,બદામ, મગજતરી ના બીજ
  21. 0.50 ચમચીગુલાબી ફૂડકલર
  22. કૂકીઝ માટે:-
  23. 150 ગ્રામમેંદાનો લોટ
  24. 100 ગ્રામદળેલી ખાંડ
  25. 50 ગ્રામમાખણ
  26. 2 ચમચીકોકો પાઉડર
  27. 0.25 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંગાળી ચમચમ માટે: પ્રથમ દૂધને ગેસ પર ગરમ કરવા મૂકો એક ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરી ઉમેરતા જાઓ અને ચલાવતા જાઓ થોડીવાર માં દૂધ ફાટી જશે એટલે એક કોટનના કાપડ માં કાઢી ઉપરથી પાણી નાખી ઠંડુ કરી બાકીનું પાણી કાઢી નાખો.

  2. 2

    હવે આ પનીર થાળીમાં લઈ ખૂબ મસળો ત્યારબાદ તેમાં રવો અને બેકિંગ સોડા તથા ઇલાયચી નાખી મસળી ને ચમચમ બનાવી લો.

  3. 3

    ત્યારબાદ ચાસણી માટે ગેસ પર 1.5 ગ્લાસ પાણીમાં ખાંડ નાખી ઉકાળો અને ઇલાયચી નાખી દો થોડીવાર ઉકળી જાય એટલે તેમાં ચમચમ નાખીને પંદર-વીસ મિનિટ ઉકાળો. ત્યારબાદ હળદર કાઢી ટોપરા પાઉડરમાં રગદોળો તૂટીફૂટી નાખી સર્વ કરો.

  4. 4

    રસગુલ્લા માટે: ઉપર બતાવ્યા પ્રમાણે પનીર બનાવી તેના ગોળા વાળી લેવા. કુકરમાં બે ગ્લાસ પાણીમાં 125 ગ્રામ ખાંડ નાખીને ઓગળી જાય એટલે તેમાં રસ ગુલા નાખવા બે ત્રણ સીટી વગાડી ને કાઢી લેવા. ત્યારબાદ તે જ પાણીમાં ફરી ૧૨૫ ગ્રામ ખાંડ નાખી ઓ તારી ચાસણી કરવી તેમાં ઇલાયચી પાઉડર નાખીને રૂમ ટેમ્પરેચર પર ચાસણી આવે પછી તેમાં રસગુલા ઉમેરીને સર્વ કરવા.

  5. 5

    પીનટ બરફી માટે: પ્રથમ સિંગદાણાને શેકી ને ફોત્રી કાઢી મિક્સર માં દળી ને ચાળી ને પાઉડર બનાવી લો. ત્યારબાદ એક કઢાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી નાંખી ચાસણી કરવા મૂકો એકતારી ચાસણી કરવા મૂકો. એકતારી ચાસણી થઈ જાય એટલે તેમાં શીંગ નો ભૂકો ઉમેરો.

  6. 6

    તેમાંથી એક ચમચો કાઢી તેમાં કાજુબદમ નો ભૂકો ઉમેરી ને પાટલા પર પ્લાસ્ટિક રાખી ને રોલ વળી લો. ત્યાર બાદ કઢાઈ માંથી બીજો લુવો લઈ ને તેમાં ગુલાબી ફૂડ કલર નાખી ને તેની લંબચોરસ રોટલી બનાવી આગળ બનાવેલ રોલ વચ્ચે રાખી ફરી રોલ વળી ફ્રિજ માં રાખી દો. 10 મિનિટ પછી કાઢી ને કટ કરી લો. તૈયાર છે પિનટ બરફી.

  7. 7

    કૂકીઝ માટે: સૌપ્રથમ માખણ લઈ તેમાં દળેલી ખાંડ નાખી ફેટી લો ત્યારબાદ તેમાં મેંદો અને બેકિંગ પાઉડર ઉમેરી ફરી ફેંટો. તેના બે ભાગ કરી એક ભાગ માં કોકો પાઉડર ઉમેરી દો. ત્યાર બાદ બંનેના લુવા કરી લંબચોરસ આકાર આપી દો ત્યાર બાદ તેના ફરી બે ભાગ કરી દો અને અલગ અલગ રંગ ના બાજુ બાજુ માં ગોઠવી દો.

  8. 8

    પછી તેને ઊભા કાપી લો ત્યારબાદ કડાઈમાં નીમક નાખીને તેને થોડી વાર પ્રી હિટ થવા દો.

  9. 9

    ત્યાર બાદ એક ડિશમાં કૂકીઝ ગોઠવી ને કડાઈ માં મૂકીને ફરીથી પંદર મિનિટ કુક કરીને કઢીલો

  10. 10

    તો તૈયાર છે કૂકીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

Similar Recipes