કેક રોલ (Cake roll Recipe In Gujarati)

Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517

આ રેસિપી તમે ગમે તે ઘરની કેક માંથી બનાવી શકો છો.
#GA4
#Week8
#milk

કેક રોલ (Cake roll Recipe In Gujarati)

આ રેસિપી તમે ગમે તે ઘરની કેક માંથી બનાવી શકો છો.
#GA4
#Week8
#milk

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 15 min
5-6 લોકો માટે
  1. ૧.૫ કપ મેંદાનો લોટ
  2. ૧ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપતેલ
  4. ૧ કપદૂધ
  5. ૧/૪ કપદહીં
  6. ૨ ચમચીકોકો પાઉડર
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. ૧/૨ ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

1 hr 15 min
  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી ભેગી કરી લેવી. બધી સૂકી સામગ્રીને ચાલી (કોકો પાઉડર સિવાય) લેવી.

  2. 2

    પછી કેક ના ડબ્બાને તેલ લગાવી ગ્રીસ કરી લેવું. અને એમાં થોડો મેંદાનો છટકારો કરી લેવો.

  3. 3

    પછી બધી સામગ્રીને (કોકો પાઉડર સિવાય) એક વાસણ માં ભેગી કરી ને એનું મિશ્રણ બનાવું. અને પછી એના ૨ ભાગ કરી લેવા. એક સફેદ રંગની અને બીજા ભાગ માં કોકો પાઉડર ઉમેરી દેવો.

  4. 4

    પછી એને કેક ના ડબ્બા માં મૂકવા માટે પહેલા કોકો પાઉડર વાળું મિશ્રણ ઉમેરવું અને પછી બીજું મિશ્રણ ઉમેરવું.

  5. 5

    પછી એને એક પેન માં રાખીને મિડિયમ ગેસ પર ૩૦-૪૦ min થવા દેવું અને એને ઢાંકણા થી ઢાંકી લેવું.

  6. 6

    થઈ ગયા બાદ એને બાહર કાઢી લેવી.

  7. 7

    પછી કેક ના ટુકડા કરીને એમાં ૧-૨ ચમચી મધ નાખી ને ગોર્ણું બનાવીને વણી લેવું. એને પ્લાસ્ટિક ઉપર વણવું અને એની ઉપર whipped ક્રીમ લગાવીને એની ઉપર ચોકો ચિપ્સ, સ્પ્રિંકલસ, જે ઉમેરવું હોય ઉમેરી શકો છો.

  8. 8

    પછી એને વાળીને ફ્રિજ માં ૨ કલાક માટે ઠંડુ કરવા મૂકી દેવું અને પછી એને આ રીતે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517
પર

ટિપ્પણીઓ

Similar Recipes