અમૃતસરી કારેલા સબ્જી (Amrutsari Karela Sabji Recipe In Gujarati)

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૧
અમૃતસરી કારેલા - છાલની ગ્રેવી
કારેલા અમારા ઓલ ટાઇમ ફેવરિટ છે. અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. સામાન્ય રીતે આપણે કારેલાની છાલનો ઉપયોગ નથી કરતા પણ આ શાકમા કારેલાની છાલનો પણ ગે્વીમા ઉપયોગ કયો છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી લાગે છે. ચોમાસાની ત્રુતૂમા ગરમ ગરમ રોટલી અને કારેલાનુ શાક ખાવાની મજા જ કાંઈક અલગ છે.

અમૃતસરી કારેલા સબ્જી (Amrutsari Karela Sabji Recipe In Gujarati)

#સુપરશેફ૧
અમૃતસરી કારેલા - છાલની ગ્રેવી
કારેલા અમારા ઓલ ટાઇમ ફેવરિટ છે. અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. સામાન્ય રીતે આપણે કારેલાની છાલનો ઉપયોગ નથી કરતા પણ આ શાકમા કારેલાની છાલનો પણ ગે્વીમા ઉપયોગ કયો છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી લાગે છે. ચોમાસાની ત્રુતૂમા ગરમ ગરમ રોટલી અને કારેલાનુ શાક ખાવાની મજા જ કાંઈક અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ hr 30 min
2-3 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ કેરેલા
  2. ૧ ૧/૨ ચમચી લાલ મરચાનો પાઉડર
  3. ૧ ચમચી ઘાણાજીરૂ પાઉડર
  4. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 2-3 મોટા ચમચા તેલ
  7. ૧ ચમચી વરિયાળી
  8. ૧ ચમચી આખા ધાણા
  9. ૧ મધ્યમ કદની ડુંગળી સમારેલી
  10. ૧ નાની ચમચી લસણ સમારેલું
  11. ૧/૪ ચમચી હિંગ
  12. ૧/૨ ચમચી શેકેલુ જીરું પાઉડર
  13. ૧/૨ ચમચી આમચુર પાઉડર
  14. ૧/૨ ચમચી ગરમ મસાલો
  15. ૧ ચમચી ગોળ
  16. ૮-૧૦ કાજુ
  17. ૮-૧૦ કિશમિશ

રાંધવાની સૂચનાઓ

૨ hr 30 min
  1. 1

    કારેલાને બરાબર ધોઈને લૂછી લો. તેની છાલને છોલી લો. છાલ બાજુ પર રાખો, ફેંકશો નહીં. આપણે ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરીશું. કારેલામાં વચ્ચેથી ‌કાપો મારો અથવા ગોળ પતીકાં કાપો.

  2. 2

    એક બાઉલમાં લાલ મરચુ, હળદર, ધાણાજીરુ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. આ મસાલાને કારેલા અને છાલ પર લગાવી દો અને 2-3 કલાક સુધી એક બાજુ અથવા સૂર્યપ્રકાશમાં રાખો.

  3. 3

    2-3 કલાક પછી હવે આપણે કારેલાના પતીકાં કાપીશુ. યાદ રાખો કે આપણે કારેલા કે તેની છાલ ને ધોવાના નથી અથવા તેના પર લગાવવામાં આવેલા મસાલાને દૂર પણ કરવાનુ નથી.

  4. 4

    એક પેનમાં 2-3 ચમચા જેટલુ તેલ લો. આપણે એટલું જ તેલ લઈશું જે તળવા માટે પૂરતું હોય અને પછી વધેલા તેલમાં આપણે શાક વઘારી શકીએ. સૌ પ્રથમ કાજુ અને કિશમિશને ડીપ ફ્રાય કરો. એક બાજુ રાખો. હવે કેરેલાને તેલમાં તળી લો. આશરે 5-7 મિનિટમાં કારેલા તળાઈ જાય છે. જ્યારે થોડા ક્રિસ્પી થાય ત્યારે બહાર કાઢી લો.

  5. 5

    હવે ગેસ ધીમો કરો અને શાક બનાવવા માટે પણે આપણે આ જ તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ. તેલમાં વરિયાળી, આખા ધાણા અને હિંગ ઉમેરો. તેમાં મારેલી ડુંગળી અને લસણ ઉમેરો. ડુંગળી બરાબર શેકી ન જાય ત્યાં સુધી સાંતળો.

  6. 6

    ડુંગળી બરાબર સંતળાય જાય પછી આપણે તેમા કારેલાની છાલ ઉમેરીશું. બરાબર મિક્સ કરી તેમાં 1/2 કપ પાણી ઉમેરો અને ઢાંકીને વધુ 5 મિનિટ સુધી રાંધો.

  7. 7

    5 મિનીટ પછી જ્યારે તેલ છૂટવા લાગે તયારે તેમાં આમચુર પાઉડર, ગોળ, શેકેલા જીરાનો પાઉડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. તેમાં તળેલા કારેલા ઉમેરો અને ઢાંકીને 2 મિનિટ સુધી રાંધો. જ્યાં સુધી કેરેલા બધા મસાલાને શોષી ન લે ત્યાં સુધી. છેલ્લે કાજુ અને કિશમિશ ઉમેરો.

  8. 8

    ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો. આ સબઝી મસાલાથી ભરપૂર હોવાથી આની સાથે કોઈ અથાણા કે ચટણીની જરૂર નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes