ટીંડોળા ની મસાલેદાર સબ્જી (Tindora Spicy Sabji Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SVC
ટીંડોળા ઉનાળાની ઋતુમાં થતા હોવાથી તે ઉનાળા નું શાક કહેવાય છે તે વેલામાં થાય છે.ટીંડોળા ના શાક નું સેવન ઉનાળામાં જરૂર કરવુ જોઈએ કેમકે તેને ખાવાથી જે આરોગ્ય લાભ થાય છે તે અન્ય શાકભાજી કરતા વધારે છે. સ્વાદની સાથે, તે વિટામિન અને ખનિજોનો સારો સ્રોત પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ટીંડોળા
  2. ૨ નંગટામેટાં ની પ્યુરી
  3. ૮-૧૦ કળી લસણ મરચાની ચટણી
  4. કળી લસણ વઘાર માટે
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણા-જીરુ પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧ ચમચીખાંડ
  9. ૨ ચમચીસમારેલી કોથમીર
  10. ૩ ચમચીતેલ
  11. ૧ ચમચીરાઈ જીરું
  12. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટીંડોળાને સારી રીતે ધોઈ લાંબી ચીરી કરી લેવી. ટમેટાની પ્યુરી બનાવી લેવી તથા ત્રણ કળી લસણની સમારી લેવી અને ૮ થી ૧૦ કળી લસણ અને ૨ ચમચી મરચા પાવડરને ખાંડી ચટણી બનાવી લેવી

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરૂ નો વઘાર કરી તતડે એટલે હિંગ અને લસણ નાખી સાંતળી લેવું પછી ટીંડોડા અને મીઠું નાખી બરાબર મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ થવા દેવુ.

  3. 3

    હવે તેમાં લસણની ચટણી હળદર અને ધાણાજીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ પકાવી ટમેટાની પ્યુરી અને ખાંડ નાખી મિક્સ કરી બે-ત્રણ મિનીટ ઢાંકીને પકાવો.

  4. 4

    તો તૈયાર છે ટીંડોળા ની મસાલેદાર સબ્જી. સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરવું. મેં અહીં સબ્જી સાથે બટર રોટી,sweet અને છાશ સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes