પનીર શેશલીક સીઝલર વીથ મખની સોસ (sizzler recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧. ૩૦ કલાક
૪ જણ માટે
  1. પનીર ટીક્કા માટે :::
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૧/૨લાલ કેપ્સીકમ
  4. ૧/૨પીળુ કેપ્સીકમ
  5. ૧/૨લીલુ કેપ્સીકમ
  6. કાંદો
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૨જીરૂં પાઉડર
  9. ૧/૨મરી પાઉડર
  10. ૧/૨ગરમ મસાલો
  11. ૧/૨આમચૂર પાઉડર
  12. ૧ ચમચીઆદુ - લસણની પેસ્ટ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ભરેલા કેપ્સીકમ માટે :::
  15. નાના લીલા કેપ્સીકમ
  16. ૧૧/૨ કપ વ્હાઇટ સોસ
  17. ૧ કપબાફેલા મકાઈ ના દાણા
  18. વ્હાઇટ સોસ બનાવવા માટે :::
  19. ૧ ચમચીબટર
  20. ૧ ચમચીમેંદો
  21. ૨૫૦ મીલી. દૂધ
  22. ૧/૪ કપચીઝ
  23. ૧/૨ ચમચીમરી પાઉડર
  24. મીઠું સ્વાદાનુસાર
  25. ભાત માટે :::
  26. ૩ કપબાફીને તૈયાર કરેલા બાસમતી ભાત
  27. ચમચા બટર
  28. ૧ ચમચીલસણની પેસ્ટ
  29. ૧ ચમચીમરચાની પેસ્ટ
  30. ચમચો કોથમીર
  31. મીઠું સ્વાદાનુસાર
  32. સલાડ માટે :::
  33. ગાજર લાંબુ કાપેલુ
  34. ૧/૨લાલ કેપ્સીકમ લાંબુ કાપેલુ
  35. ૧/૨પીળુ કેપ્સીકમ લાંબુ કાપેલુ
  36. ૧ કપફલાવર ની કળી
  37. ચમચા બટર
  38. મીઠું સ્વાદાનુસાર
  39. ફ્રેન્ચ ફ્રાઈસ માટે :::
  40. મિડયમ બટેકા
  41. ૧ ચમચીકોર્નફ્લોર
  42. તળવા માટે તેલ
  43. મખની સોસ માટે :::
  44. ૧ કપટોમેટો પ્યુરી
  45. ચમચા બટર
  46. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  47. ૧/૪ કપકાજુ ની પેસ્ટ
  48. ૧ ચમચીલાલ મરચુ
  49. ૧ ચમચીખાંડ
  50. ૧ ચમચીગરમ મસાલો
  51. ૧/૨ ચમચીકસુરી મેથી
  52. ચમચા ક્રીમ
  53. મીઠું સ્વાદાનુસાર
  54. કોથમીર જીણી સમારેલી
  55. કોબીજ ના પત્તા
  56. સિઝલર પ્લેટ

રાંધવાની સૂચનાઓ

૧. ૩૦ કલાક
  1. 1

    બટેકા ને ફોટામાં બતાવ્યા પ્રમાણે કાપી ધોઈ ને નેપકીન પર મૂકી કોરા કરી, એક પ્લેટ મા લઈ તેના પર કોર્નફલોર ભભરાવી, અડધો કલાક માટે ફ્રિજ મા મૂકી ત્યારબાદ તળીને બાજુમાં રાખવી.

  2. 2

    એક બાઉલમાં પનીર, લાલ - પીળા કેપ્સીકમ અને કાંદાને ચોરસ ટુકડામાં કાપી ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા ઉમેરી ૨૦મિનીટ મેરીનેટ માટે રાખી ત્યારબાદ ફોટામાં બતાવ્યા પ્રમાણે તૈયાર કરવા.

  3. 3

    પછી એક નિર્લેપ ની તાવી પર શેકી લેવા.

  4. 4

    કેપ્સીકમ માટે વ્હાઇટ સોસ માટે એક વાડકામાં બટર ગરમ થાય એટલે મેંદો ઉમેરી શેકવો, મેંદાનો કલર બદલાઈ નહી તે રીતે શેકવો પછી તેમા દૂધ ઉમેરી હલાવતા રહેવુ, સોસ તૈયાર થાય એટલે તેમા મરી, મીઠું, મકાઈ ના દાણા અને ચીઝ ઉમેરી મિકસ કરવુ. સોસ ઠંડો પડે એટલે કેપ્સીકમ મા ભરીને પનીર ટીક્કા સાથે એને પણ તાવી પર શેકી લેવા.

  5. 5

    કેપ્સીકમ ને પણ તાવી પર શેકીને તૈયાર કરવાં,

  6. 6

    ભાત માટે એક વાડકામાં બટર અને તેલ ગરમ થાય એટલે લસણ - મરચાની પેસ્ટ સાતળી કોથમીર ઉમેરી ભાત અને મીઠું ઉમેરી બધુ મિકસ કરવુ, કોથમીર ભભરાવી ભાત તૈયાર કરવો.

  7. 7

    સલાડ માટે એક વાડકામાં બટર ગરમ થાય એટલે ગાજર, લાલ - પીળા કેપ્સીકમ અને ફલાવર ને મીઠું નાખીને વારાફરતી સાતળીને એક ડિશમાં તૈયાર કરવા.

  8. 8
  9. 9

    મખની સોસ માટે એક વાડકામાં બટર ગરમ થાય એટલે લસણની પેસ્ટ સાતળી તેમા લાલ મરચું અને ટામેટા ની પેસ્ટ નાખી સાતળવુ.

  10. 10

    તેમા ગરમ મસાલો, કસૂરીમેથી, ખાંડ નાખી બે મિનીટ સાતળી કાજુની પેસ્ટ નાખી મિકસ કરી મીઠું ઉમરેવું.

  11. 11

    પાંચ મિનીટ પછી તેમા ક્રીમ ઉમેરી મિકસ કરી કોથમીર નાખવી.

  12. 12

    કોથમીર અને જરુર મુજબ પાણી ઉમેરી બાજુમાં રાખવુ. મખની સોસ તૈયાર છે.

  13. 13

    સિઝલર તૈયાર કરવા, સિઝલર પ્લેટ ને ગેસ પર ગરમ કરવા મૂકવી, પછી તેના પર કોબીજ ના પાન ગોઠવવા તેના પર એક બાજુ તૈયાર કરેલો ભાત, એની બાજુમાં તૈયાર કરેલી ગાજર, કેપ્સીકમ, ફલાવર ની સલાડ ગોઠવવી, અને ભાતની બીજી તરફ વ્હાઇટ સોસ થી ભરેલુ કેપ્સીકમ ગોઠવવું.

  14. 14

    કેપ્સીકમ ની બાજુમાં બટાકાની ફ્રાઈસ ઞોઠવવી, પછી એની ઉપર તૈયાર કરેલા પનીર ટિક્કા ની સ્ટીક મૂકવી, પછી ઉપરથી મખની સોસ થી ગાર્નિશ કરી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes