શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week17

શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

#GA4#Week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે ૪૦ મિનિટ ફોટા
૪ વ્યક્તિ માટે
  1. ગ્રેવી બનાવવા માટે ---
  2. ૪ નંગટામેટા
  3. ૨ નંગડુંગળી
  4. અડધા ઇંચ નો આદુનો ટુકડો
  5. ૫-૬કળીલસણ
  6. 6 નંગકાજુ
  7. 6 નંગબદામ
  8. 1 ચમચીમગજતરીના બી
  9. અડધીથી ચમચી શાહજીરુ
  10. ટુકડોતજનો
  11. ઈલાયચી
  12. 5લવિંગ
  13. ૧ નંગબાાાદીયા (ચક્ર ફુુલ)
  14. ૧ ચમચીબટર
  15. પનીર ચીઝ વગેરે તૈયાર કરવા માટે.....
  16. 150 ગ્રામપનીર
  17. ક્યુબ પ્રોસેસ ચીઝ
  18. 50 ગ્રામમાવો
  19. 2 ચમચીબટર
  20. ચમચો કાપેલ કોથમીર
  21. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  22. 1/2ચમચી હળદર
  23. આઠ-દસ તાંતણા કેસર
  24. 1 ચમચીખાંડ
  25. સ્વાદ પ્રમાણેમીઠું
  26. ૩ ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

આશરે ૪૦ મિનિટ ફોટા
  1. 1

    ચીઝી શાહી પનીર એક ખૂબ જ ઓછા મસાલા થી બનતું અને ખૂબ જ ઓઈલ ઓછું વપરાતું હોવાથી તંદુરસ્તી માટે અને પેટ માટે સારું છે. બીજું અગત્યનું પાસું તે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં સહેલું છે.. હા બનાવવા માટે ઉપર દર્શાવેલા બધા જ ઘટકો એકઠા કરો.

  2. 2

    એક પેનમાં ટમેટાના ટુકડા ડુંગળીના ટુકડા લસણ આદુ શાહજીરુ કાજુ બદામ મગજતરી ના બી તને બધા જ ખડા મસાલા નાખવા અને ગેસ પર મૂકો બે મિનિટ સુધી હલાવતા રહો અને અને પકાવો ત્યારબાદ તેમાં ડૂબે એટલું પાણી ઉમેરો અને 10 15 મિનિટ પાકવા દો ટામેટા બરાબર ચડી જાય એટલે બંધ કરી ઉતારી લો અને ઠંડું પડવા દો.

  3. 3

    ગ્રેવી ઠંડી થાય ત્યાં સુધીમાં બીજા એક પેનમાં 2 ચમચી બટર લો તેમાં હળદર મરચું નાખી અને થોડું એકાદ મિનીટ માટે હલાવો પછી તેમાં કોથમીર નાખો અને થોડીવાર હલાવો ત્યારબાદ તેમાં પનીર નાખી ફરી હલાવો બે મિનિટ પછી તેમાં ચીઝ નાખો ફરીથી હલાવ ત્યારબાદ તેમાં માવો નાંખી બરાબર મિક્સ કરો એકાદ બે મિનીટ પાકવા દો.. અને છેલ્લે તેમાં મીઠું ઉમેરો.

  4. 4

    ગ્રેવી બનાવવા નું મિશ્રણ હવે ઠંડુ પડી જય પછી તેમાંથી ખડા મસાલા કાઢી લેવા અને ગ્રેવીને મિક્સરમાં ક્રશ કરી ચારણામાં ચાળી લો. હવે આ ગ્રેવી ને ગેસ ગેસ પર પાકતા પનીર ચીઝ અને માવાના મિશ્રણમાં રેડો ત્યારબાદ થોડીવાર ખદખદે ત્યાં સુધી પાકવા તે દરમિયાન તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખો અને ગ્રેવી ના ભાગનું સ્વાદ મુજબ મીઠું નાંખો અને થોડીવાર પાકવા દો. અને છેલ્લે પાણીમાં પલાળીને રાખેલા કેસર નાખો અને ક્રીમ પ્રવીણ મિક્સ કરો હવે આપણું કંઈ તૈયાર છે તેને ડાઉનલોડ કરી શકાય નાખો બરાબર મિક્સ કરો

  5. 5

    બસ હવે આપણું ચીઝી પનીર તૈયાર તેને નાંન રોટી અથવા પરાઠા સાથે ખાઈ શકાય. આ તૈયાર આપણું ચીઝી પનીર ને કાપેલી ડુંગળી અથાણું રોટી નાન અથવા પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

Similar Recipes