શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી બનાવવા માટે
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનજીરૂ
  4. 2-3તેજ પતા
  5. 1ટૂકડો તજ
  6. 4-5લવિંગ
  7. 2-3ઈલાયચી
  8. 5-6આખા મરી
  9. 2-3કાંદા સમારેલા
  10. 4-5ટામેટા સમારેલા
  11. 1ઈંચ આદૂ
  12. 5-6લસણ ની કળી
  13. 1-2લીલા મરચા
  14. 7-8કાજૂ
  15. 4-5આખા કાશ્મીરી લાલ મરચા
  16. 1 ટેબલ સ્પૂનમગજતરી ના બી
  17. મીઠું સ્વાદ મુજબ
  18. સબ્જી માટે
  19. 1 ટેબલ સ્પૂનબટર/તેલ
  20. કાંદા ટામેટા ની ગ્રેવી
  21. 100 ગ્રામપનીર છીણેલુ
  22. 400 ગ્રામપનીર ક્યુબ
  23. 1 ટી સ્પૂનગરમ મસાલા
  24. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  25. 1 ટી સ્પૂનકીચનકીંગ મસાલો
  26. 1 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ/મલાઈ
  27. મીઠું સ્વાદ મુજબ
  28. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન મા તેલ ગરમ કરી તેમા જીરૂ, તજ, લવિંગ, ઇલાયચી, આખા મરી અને તેજ પતા નાખી સાંતડી લેવુ. પછી તેમા કાંદા, લસણ, આદૂ, મરચા નાખી સાંતડવુ.

  2. 2

    પછી એ મીશ્રણ મા ટામેટા, સૂકા લાલ મરચા, કાજૂ, મગજતરી ના બી અને મીઠું એડ કરી એકદમ સાંતડવુ. પછી ઠંડુ થાય એટલે તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

  3. 3
  4. 4

    હવે એક પેન મા બટર લઈ તેમા કાંદા ટામેટા ની ગ્રેવી નાખી તેલ છૂટે ત્યા સુધી સાતડી લેવી.

  5. 5

    પછી ગ્રેવી મા પનીર, ગરમ મસાલો, કિચનકીંગ મસાલો અને કસૂરી મેથી એડ કરી શાક ને 5-7 મીનીટ ઉકળવા દો. જરૂર જણાય તો પાણી એડ કરવુ. છેલ્લે મલાઈ એડ કરવી.

  6. 6

    તૈયાર છે શાહી પનીર. આ શાક ને રોટી પરાઠા નાન કોઈ પણ સાથે પીરસી શકો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes