શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)

#FR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#fast
#faraliparatha
સાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી અને પાંચ કલાક માટે પલાળી રાખો. શક્કરીયા ને બાફી અને છોલી લેવા. પાંચ કલાક બાદ સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા હશે. તેમાં શક્કરિયા ને મેસ કરી અને મિક્સ કરો. હવે તેમાં ક્રશ કરેલ આદુ મરચાં, લીલા ધાણા, શેકેલ શીંગદાણા નો ભૂકો, મરી પાઉડર, લીંબુનો રસ, મીઠું, જીરુ, તલ એડ કરી મિક્સ કરો.
- 2
હાથ તેલવાળા કરી અને મિશ્રણને લોટની જેમ ભેગો કરી લેવું. હવે આ મિશ્રણમાંથી એક લુવો લઇ લો.આરા લોટની મદદથી પાટલા ઉપર હાથથી થાબડી, ગોળ ગોળ ફેરવી ને વણો. નોન સ્ટીક તવી ગરમ કરો. ગરમ થાય એટલે તેલથી ગ્રીસ કરી અને આ પરોઠો તેની ઉપર મૂકો. ગેસની ફ્લેમ મીડીયમ રાખવી.
- 3
હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને પરોઠાને શેકવું.
- 4
પરોઠાની બંને બાજુ તેલ લગાવી અને ક્રિસ્પી, ગોલ્ડન બ્રાઉન શેકી લેવું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)