આલુપુરી (Alu puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને કૂકરમાં બાફવા મૂકો. ત્રણ સીટી થવા દો. હવે બટેટા બફાઈ જાય એટલે ઠંડા પાડી તેની છાલ ઉતારી માવો બનાવો.
- 2
હવે બટેટાના માવા ની અંદર મીઠું, મરચું, હળદર, લીંબુ,ખાંડ,આદુ મરચાની પેસ્ટ બધું જ નાખી માવો બનાવો.
- 3
હવે તૈયાર થયેલા બટેટા ના મસાલા વાળા માવા ની અંદર ઘઉંનો લોટ અને થોડું તેલનું મોણ નાખો. અને લોટ બાંધો. તૈયાર થયેલા લોટને ૧૦ મિનિટ માટે એક બાજુ મૂકી દો.ત્યારબાદ તેમાંથી લૂઓ લઈ મોટી રોટલી વણો.
- 4
હવે આ વળેલી મોટી રોટલી માંથી એક ગ્લાસ વડે કટ કરી, પૂરી બનાવો. બધી જ પુરી વણીને એક બાજુ રાખો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કરેલી બધી જ આલુપુરી વારાફરતી તળી લો.
- 6
તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી આલુપુરી...... આલુપુરી ને સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અથવા તો સાંજે પણ આલુપુરી ડિનરમાં લઈ શકાય છે.... તૈયાર થયેલ આલુ પુરી ને મેં તળેલા મરચાં અને ચા સાથે સવારે નાસ્તામાં સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (5)