વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી લ્યો,
- 2
હવે, એક કપ માં નવશેકું પાણી લઈ તેમાં ખાંડ અને યીસ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી લ્યો,૫ મિનિટ સુધી રહેવા દો એટલે યીસ્ટ એક્ટિવ થઈ જશે,
- 3
એક બાઉલ માં મેંદો લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં યીસ્ટ ઉમેરી દયો અને નરમ લોટ બાંધી લો
- 4
લોટ ઉપર તેલ લગાડો અને તેને એક કલાક સુધી રહેવા દયો,એક કલાક બાદ તે ડબલ થઇ જશે,
- 5
હવે, તૈયાર કરેલ આ લોટ નાં સરખે ભાગે લુઆ કરી લ્યો,
- 6
અને એક એક રોટલી વણી લો,અને કાંટા થી તેનાં પર હોલ કરી લ્યો જેથી ફૂલે નહીં,
- 7
હવે તે રોટલી પર પીઝા સોસ લગાવી દયો,
- 8
પછી તેનાં પર થોડું ચીઝ ખમણી ને નાખી દો,
- 9
અને હવે તમને મનગમતા શાકભાજી નાં બારીક ટુકડાં કરી નાખો,
- 10
શાકભાજી નાખી લીધાં બાદ ફરી એકવાર ચીઝ ખમણી ને નાંખો,
- 11
હવે ઓવન માં ૧૮૦ ડિગ્રી તાપમાન પર ૨૫ મિનિટ બેક કરો, ૨૫ મિનિટ પછી તૈયાર છે પીઝા,
- 12
ગરમ ગરમ સર્વ કરો..ખૂબ મજા આવશે,તમે પણ જરૂર ટ્રાય કરજો...આભાર.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ