વેજિટેબલ પિઝા (Vegetable Pizza Recipe In Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4#Week5

શેર કરો

ઘટકો

  1. 1 વાટકો બાફેલી મકાઈ
  2. 1 વાટકો સમારેલા કેપ્સીકમ
  3. 1 વાટકો ફણસી
  4. 1 વાટકો કોબી
  5. 1 વાટકો ગાજર
  6. 4ટામેટાં
  7. 4ડુંગળી
  8. 12કડીલસણ
  9. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  10. જરૂર મુજબ ઓરેગાનો
  11. જરૂર મુજબ ચીઝ
  12. ૨ નંગબટેટાની ચિપ્સ
  13. જરૂર મુજબ પીઝા બર્ન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં બટેટાની ચિપ્સ અને ફણસી ઉમેરો અને થોડીવાર ચડવા દો

  2. 2

    ત્યારબાદ તેમાં ગાજર અને કેપ્સીકમ ઉમેરો ગાજર કેપ્સીકમ થોડીવાર હલાવી તેમાં કોબી ઉમેરો

  3. 3

    હવે તેમાં બધા મસાલા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બરાબર હલાવી એક બાઉલમાં કાઢી લો

  4. 4

    હવે આપણે પીઝા સોસ બનાવીશું તેના માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની કડી એડ કરો

  5. 5

    લસણ થોડીવાર હલાવી તેમાં ડુંગળી ઉમેરો અને થોડીવાર હલાવો

  6. 6

    ત્યારબાદ તેમાં ટામેટાં એડ કરી થોડીવાર ટમેટાને ચડવા દો

  7. 7

    ટામેટા બરાબર ચડી જાય પછી તેમાં થોડો કેચ અપ ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું ઉમેરી બરાબર હા લાવો

  8. 8

    તૈયાર થયેલું મિશ્રણ મિક્સર બાઉલમાં કાઢી ક્રશ કરી બાઉલમાં કાઢી લો

  9. 9

    હવે પીઝા રોટલો લઈ તેના પર તૈયાર કરેલ પીઝા સોસ લગાવો

  10. 10

    ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલ વેજીટેબલ લગાવો ઉપર ચીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી ઓવનમાં દસ મિનિટ બેક કરવા મૂકી દો

  11. 11

    પિઝા કટરથી કટ કરી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર

ટિપ્પણીઓ

Similar Recipes