મખની પીઝા (Makhani Pizza Recipe In Gujarati)

મખની પીઝા (Makhani Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં એક ચમચી તેલ ગરમ થયા બાદ 1 ચમચી જીરું ઉમેરો. ત્યારબાદ ડુંગળી કાપેલી ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી. લસણ, આદુ, મરચા ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ લાલ સૂકા મરચા ઉમેરો. સમારેલા કાજુ, અને ટામેટા ઉમેરો. આ બધી વસ્તુ નાખતા વખતે હલાવતા રેહવું. સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરો. અને 200 ગ્રામ જેટલું પાણી ઉમરો. 5 થી 10 મિનિટ હલાવી ને ચડવા દેવું. થોડી વાર ઠન્ડુ થાય પછી મિક્સર ના બાઉલ લઇ ક્રશ કરો અને સોસ જેવી પેસ્ટ બનાવો. પેસ્ટ ને બાજુ માં મૂકી. ગેસ ઉપર કડાઈ મૂકી ગેસ ચાલુ કરી ધીમા તાપે એમાં થોડુ તેલ
- 2
ગેસ ઉપર કડાઈ મ બટર ઉમેરો. તેમાં લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠુ નાખી થોડુ સાંતળી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો. થોડી વાર ખદ ખદ વા દો. તેમાં કસૂરી મેથી અને કોથમીર નાખો. તમારો મખની સોસ તૈયાર થઇ ગયો. હવે ગેસ ચાલુ કરો. પેન માં પીઝા બેઝ ને બન્ને સાઈડ શેકો.તેના ઉપર મખની સોસ એક સાઈડ પાથરી તેના ઉપર કપ આકાર ના કાપેલા ડુંગળી,કેપ્સિકમ પાથરો અને ચીઝ છીણી ને પાથરો. થોડી વાર ગેસ પર ક્રીસ્પી બેઝ થવા દો અને પેન ને 2-3 મિનિટ ઢાંકી રાખો.
- 3
તમારા મખની પીઝા તૈયાર થઇ ગયા. હવે સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો અને મજા લો. સાથે કોલ્ડડ્રીંક આપી શકાય.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (3)