રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરવી પછી એક બાઉલમાં દસ મિનિટ માટે દાળ ચોખા પલાળવા ત્યાં સુધીમાં બધા જ શાકભાજી સમારીને તૈયાર કરી લેવા
- 2
આદુ લસણ લવિંગ મરી અને તજ ની પેસ્ટ તૈયાર કરી લેવી હવે એક કૂકરમાં ચાર ચમચી ઘી મૂકી તે ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી આખા વઘારના મરચાં તથા બધા શાકભાજી નાંખીને સાંતળવા પછી એક મિનિટ પછી આદુ-લસણની પેસ્ટ નાખવી પછી શીંગ દાણા નાખવા આ બધી સામગ્રીને બરાબર સાંતળવા દેવી પછી તેમાં પલાળેલા દાળ-ચોખા ઉમેરી સ્વાદાનુસાર મીઠું હળદર 1/2ચમચી ધાણાજીરૂ તથા એક ચમચી કાશ્મીરી મરચુ ઉમેરીને બરાબર હલાવવું પછી તેમાં પાંચ વાટકી પાણી ઉમેરીને કુકર બંધ કરીને ચારથી પાંચ સીટી મારવી
- 3
આ રીતે રજવાડી ખીચડી તૈયાર થશે પછી તેને એક બાઉલમાં કાઢીને તેમાં ઘી નાખો તથા બારીક સમારેલા ધાણા અને લીલા લસણ થી ગાર્નીશ કરવું આ ખીચડી એકલી ઘી નાખીને પણ ખાવાની મજા આવે છે તેમજ કઢી તથા એકલા પાપડ સાથે અથવા લીલી ચટણી સાથે પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (9)