ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#GA4
#Week7
#butter milk

કાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો

ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)

#GA4
#Week7
#butter milk

કાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ઢોકળી બનાવવા માટે:-
  2. 1 વાટકીચણા નો લોટ
  3. 1 વાટકીછાસ
  4. 21/2 ચમચીતેલ
  5. 1/2 ચમચીમરચુ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીરાઈ
  8. 1/2 ચમચીલસણ ની ચટણી
  9. સ્વાદ મુજબમીઠુ
  10. ચપટીહીંગ
  11. ઢોકળી ના શાક ના વઘાર માટે:-
  12. 3 ચમચા તેલ
  13. 1/2 ચમચીરાઈ
  14. 1/2લસણ ની ચટણી
  15. 1/2 વાટકીછાસ
  16. 1 વાટકીપાણી
  17. 1 ચમચીમરચુ
  18. 1/2 ચમચીહળદર
  19. ચપટીહીંગ
  20. સ્વાદ મુજબમીઠુ
  21. જરૂર મુજબ કોથમીર ગાર્નિસ કરવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઢોકળી બનાવવા માટે 1 કળાઈ મા તેલ મુકી તેમા રાઈ અને હીંગ નાખી વઘાર કરો,પછી તેમા 1 વાટકી છાસ અને 1/2 લસણ ની ચટણી નાખી પછી તેમા મરચુ,મીઠુ,હળદર બધા મસાલા નાખી છાસ ઉકળવા દેવી.

  2. 2

    હવે છાસ ઉકળી જાય એટલે તેમા ચણા નો લોટ નાખી સતત હલાવતા રેવુ.

  3. 3

    ત્યાર પછી ચણા ના લોટ નુ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી આ મિશ્રણ ને એક થાળી મા પાથરી દેવું,અને
    છરી વડે પીસ કરી લેવા.

  4. 4

    હવે ઢોકળી ના શાક ને વઘારવા માટે 1 કળાઈ મા તેલ મુકી તેમા રાઈ અને હીંગ નાખી 1/2છાસ અને પાણી નાખી ફરીથી તેમા લસણ ની ચટણી નાખીસુ અને છાસ ઉકળવા લાગે એટલે તેમા મરચુ,મીઠુ,હળદર બધા મસાલા નાખવા આ બધુ મિક્સ થઈ જાય એટલે તેમા ઢોકળી ના પીસ નાખી દેવા.

  5. 5

    ઢોકળી ના પીસ નાખ્યા પછી હવે બધુ એકદમ મિક્સ થાય ત્યા સુધી ઉકળવા દેવું

  6. 6

    બસ હવે ગરમા ગરમ તૈયાર છે ઢોકળી નુ શાક કોથમીર નાખી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes