સામા(મોરૈયો) ની ખીચડી(Farali khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાં,બટેટા,મરચાં અને કોથમીર સુધારી લેવી.
- 2
હવે કુકર લઇને તેમાં તેલ નાખવું પછી જીરુ અને લીમડાનો વઘાર કરવો ત્યારબાદ તેમાં બટેટા નાખી હલાવવું.
- 3
પછી તેમાં ટામેટાં અને મરચા નાખી હલાવી લેવું. ત્યારબાદ તેમાં સિંગદાણા નાખી હલાવો પછી હળદર,ચટણી,ધાણાજીરું અને મીઠું નાખી હલાવી લેવું.
- 4
પછી તેમાં ધોઈને પલાળી રાખેલો સામો નાખો ત્યારબાદ તેમાં છાશ અને પાણી નાખી હલાવી લેવું ત્યારબાદ કે ત્રણ-ચાર સીટી વગાડી ચડવા દેવું.
- 5
તો તૈયાર છે સામા(મોરૈયો) ની ફરાળી ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13932050















ટિપ્પણીઓ