સ્ટીમ રવા ઢોકળા (Steam Rava Dhokla Recipe In Gujarati)

સ્ટીમ રવા ઢોકળા (Steam Rava Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક મોટું બાઉલ લો ત્યારબાદ તેમાં એક વાટકો રવો અને એક વાટકો દહીં ઉમેરો
- 2
આ બંને ઉમેર્યા બાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો અને ત્યારબાદ તેમાં બે ચમચી તેલ ઉમેરો આ બધાને સરખું મિક્ષ કરી લો
- 3
તેલ ઉમેરી બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને ઈડલી જેવું તેનું મિશ્રણ તૈયાર કરો ત્યારબાદ એક તપેલું લો તેમાં પાણી અને ગરમ થવા મૂકો
- 4
એ તપેલામાં ૧ કાંઠો રાખવો જેથી તેની ઉપર આપણે થાળી મૂકી શકીએ આ પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તેમાં 1/2ચમચી સોડા ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી લો
- 5
આ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવો અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેને એક થાળીમાં નાખી દો
- 6
ત્યારબાદ તે થાળીને થોડી પથારો જેથી તેમાં બબલ્સ રહે નહીં અને ત્યારબાદ જો તમને પસંદ હોય તો તેની ઉપર કોથમીર અને મરચાંની ભૂકી છાંટવી ત્યારબાદ તેને આપણે જે પાણી ગરમ કર્યું તેમાં મૂકી દો અને 10 મિનિટ માટે થવા દો દસ મિનિટ બાદ આપણે ચાકુ નાખી અને જોવાનું જો ચાકુ ચોખ્ખું આવે તો આપણે ઢોકળા તૈયાર છે તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ સ્ટીમ રવા ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (13)