આમળા અને લીલી ચાનું શરબત(Amla-green tea sharbat recipe in Gujarati)

#GA4
#week11
શિયાળા ની ઋતુ માં આમળા ખૂબ આવે છે અને વિટામિન સી થી ભરપુર હોય છે. આમ તો એના ફાયદા ગણાવી એટલા ઓછા છે અને બધા ને ખબર પણ છે એટલે લોકો એમાં થી ઘણી વસ્તુ બનાવતા હોય છે. હું અંહી આમળા સાથે લીલી ચા , આદુ, ફુદીના નો ઉપયોગ કરી એક શરબત બનાવ્યું છે. લીલી ચા અત્યારે detox તરીકે વજન ઘટાડવા બહુ વપરાય છે. આદુ રોગપ્રતિકારક છે, ફુદીનો પાચન કરવા માં અને ગેસ ની તકલીફ માં ઉપયોગી છે. સાથે મૈં તુલસીના પાન અને ચીયા સીડ ઉમેર્યા છે. તમે આ શરબત સ્ટોર કરી ને રાખી શકો છો અને જરૂર પડ્યે ૧/૪ ભાગ શિરપ ૩/૪ ભાગ પાણી મિક્સ કરી ને બનાવી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ના નાના ટુકડા કરી લો.ફુદીના, લીલી ચા, આદુ પણ સમારી લો.
- 2
આ બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવો. અને એને પાતળા કપડાં થી ગાળી લો.
- 3
હવે જેટલું જ્યૂસ નીકળ્યું છે એના જેટલી જ ખાંડ લઈ એક તાર ની ચાસણી બનાવો.
- 4
ચાસણી ઠંડી થાય એટલે આંબળા વાળું જ્યૂસ એમાં મિક્સ કરી બોટલ માં ભરી લો.
- 5
શરબત બનાવું હોય ત્યારે ૧/૪ ભાગ શીરપ માં ૩/૪ ભાગ પાણી ઉમેરી ચમચી થી હલાવી લેવું. અને ચિયાં સિડ નાખવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ