સ્મોકી પનીર ટીકા સેન્ડવીચ (Smoky Paneer Tikka Sandwich Recipe In Gujarati)

સ્મોકી પનીર ટીકા સેન્ડવીચ (Smoky Paneer Tikka Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં 1 ઈંચ આદુ, ૪ લીલા મરચાં, ૪-૫ કળી લસણ, કોથમીર, ફૂદીનો, ૧ ટી ચમચી જીરું, મીઠું સ્વાદાનુસાર અને પાણી ઉમેરી ચટણી બનાવી લો.
- 2
એક બાઉલમાં 1 ટેબલ ચમચી તેલ ઉમેરો.હવે એમાં મરચું, મીઠું, ધાણાજીરું, આદુ લસણ ની પેસ્ટ, ગરમ મસાલો આમચૂર પાઉડર અને સંચળ ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી એમાં દહીં, રોસ્ટેડ બેસન, લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મીક્સ કરી લો.
- 3
પનીર, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને મોટા કાપી લો. હવે આ બધું બનાવેલી દહીંની પેસ્ટ માં ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી લો.
- 4
એક પેનમાં એક ટેબલસ્પૂન ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે એવા બનાવેલું પનીરનું મિક્સર ઉમેરી ૭-૮ મિનીટ માટે ચડવા દો.
- 5
હવે ગેસ બંધ કરી દો અને ગરમ કોલસા ને એક વાટકીમાં મૂકી ઉપર ઘી નાખીને સ્મોકી ફ્લેવર આપી દો. ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો. સ્મોકી પનીર ટીકા નું સ્ટફિંગ રેડી છે.
- 6
હવે બ્રેડ ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવો પછી એની ઉપર પનીર ટીકા નું સ્ટફિંગ લગાવી દો અને એની ઉપર થોડું ચીઝ છીણીને નાંખી દો.
- 7
એની ઉપર બીજી બ્રેડ ગ્રીન ચટણી લગાવીને લગાવી દો.
- 8
હવે તવા ઉપર બટર લગાવીને સેન્ડવીચ ને બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય એવી શેકી લો.
- 9
પનીર ટીકા સેન્ડવિચને વચ્ચેથી કટ કરી લો અને ટમેટો કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
- 10
સ્મોકી પનીર ટિકા સેન્ડવીચ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે. એમાં સ્મોકી ફ્લેવર આપવાથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે.આ સેન્ડવીચ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ (5)