થોટકુરા રાઇસ(Amaranth Rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા લઇ પાણીથી સાફ કરી પાણી નાખી મીઠું નાખી ભાત કરી લેવા.
- 2
ત્યારબાદ ડુંગળી,ટામેટાં,મરચા અને તાંદળજા ને સુધારી લેવા.
- 3
પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું,તજ,લવિંગ,ચણાદાળ અને અડદ દાળ નો વઘાર કરવો પછી લસણને ઝીણું સમારીને નાખો પછી તેમાં ડુંગળી નાખવી.
- 4
ત્યારબાદ ડુંગળી ગુલાબી રંગની થાય પછી તેમાં સુધારેલા ટામેટાં અને મરચાં નાખી હલાવી પછી તેમાં તાંદળજાના પાન અને ફુદીનાના પાન નાખી પછી તેમાં હળદર,લાલ મરચું પાઉડર,મીઠું અને ગરમ મસાલો નાખી હલાવો.
- 5
હવે આ મિશ્રણને આઠ-દસ મિનિટ માટે ચડવા દેવું અને હલાવતા રહેવું પછી તેમાં તૈયાર કરેલા ભાત ઠંડા થઈ જાય પછી નાખવા અને હલાવી લેવું તો તૈયાર છે આપણા થોટકુરા રાઈસ. જેને પ્લેટમાં લઇને કોથમીર નાખી સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14290729



















ટિપ્પણીઓ (4)