બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર મસાલા પાવ બનાવવા સામગ્રી તૈયાર કરી લેવી..
- 2
બટર મસાલા પાવ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો..
તેને એક દમ ધીમા તાપે ગરમ કરી પેન માં 30 ગ્રામ બટર નાખો
હવે તેમાં...
1ટેબલ ચમચી બારીક સમારેલું લીલું લસણ,
1 ટેબલ ચમચી લીલા ધાણા બારીક સમારેલા,
1 ટી ચમચી લાલ કાશ્મીરી મરચું પાઉડર,
1ટી ચમચી પાવભાજી મસાલો,
1 ટી ચમચી વાટેલા આદુંમરચાં,
1 ટેબલ ચમચી પાણી એડ કરો. - 3
બટર ઓગળે એટલે તેમાં નાખેલ દરેક ઘટકો બરોબર મીક્ષ કરી ઝટપટ,
કાપેલા લાદી પાવ ને વચ્ચે થી મસાલામાં અડાળી તેમજ તેની ઉપર અને નીચેની સપાટી મસાલા વાળી કરી બધા પાવ ને પેન માં ગરમ કરી ગેસ બંધ કરી દો. - 4
તો તૈયાર છે ખૂબજ ટેસ્ટી બટર મસાલા પાવ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476463













ટિપ્પણીઓ (22)