હાંડવો (Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા દાળ, અડદ દાળ અને ચોખા ને પાણી મા ૩-૪ કલાક પલાળી રાખો.
- 2
હવે દાળ ચોખા માંથી પાણી નિતારીને મિક્સર જારમાં ઉમેરી તેમાં દહીં નાખીને અધકચરું પીસી લો. હવે હાંડવાના તૈયાર થયેલા ખીરાને ઢાંકીને છથી સાત કલાક માટે આથો આવવા મુકી રાખો.
- 3
આથો આવી જાય પછી એમાં દૂધી, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, કોથમીર, અજમો, મીઠું ખાંડ, લાલ મરચું, હળદર, ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે હાંડવો બનાવતી વખતે સોડા ઉમેરીને બે મિનિટ માટે બરાબર મિક્સ કરી લો.
- 5
હવે હાંડવો બનાવવા માટેના પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય પછી એમાં રાઈ, જીરું, હિંગ, તલ, શીંગ, મીઠા લીમડાનો વઘાર કરી ખીરું રેડી દો અને એકદમ ધીમા તાપે ઢાંકીને ચડવા દો. એક બાજુથી હાંડવો ક્રિસ્પી થઈ જાય પછી એને બીજી બાજુ પટાવી લો અને ઢાંકીને બીજી બાજુ ચડવા દો.
- 6
તૈયાર થયેલા હાંડવા ને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.
- 7
અપ્પમ પેન માં પણ મસ્ત હાંડવા કોઈન બનાવી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (7)