રવા મસાલા સેન્ડવીચ (Rava Masala Sandwich Recipe in Gujarati)

Alpa Garmora @cook_28209632
રવા મસાલા સેન્ડવીચ (Rava Masala Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક બાઉલમાં લઈ દહીં અથવા છાશ વડે પલાળવો જરૂર પડે તે પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો
- 2
મસાલો બનાવવા માટે એક પેનમાં થોડું તેલ લઇ તેમાં રાઈ જીરુ થોડી હિંગ નાખી લીલા વટાણા નાખવા પછી કાંદા નાખી ને થોડીવાર સાંતળો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ હળદર મીઠું નાખીને થોડી વાર ચઢવા દેવું
- 3
ત્યારબાદ તેમાં બાફેલા બટાકાને મેશ કરીને નાખી દેવા અને બધું બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા ટૂંકમાં આપડે સેન્ડવીચ મસાલો બનાવીએ તે પ્રમાણે બનાવો
- 4
હવે ઢોસા માટે ની લોઢી લઈ તે ગરમ થાય ત્યારબાદ તેમાં થોડું ખીરુ પાથરી વચ્ચે બટાકા ના મસાલા ની ટીકી વાળીને મુકવી અને પાછુ ઉપર થોડું ખીરું પાથરી દેવું અને બંને સાઇડ બરાબર પકાવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553002






ટિપ્પણીઓ (2)