લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)

લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને કાપી ને એકદમ થોડા પાણી થી બાફી લેવી. ઠંડી થાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
- 2
મગની દાળ અને ચોખાને ભેગા કરીને પાણીથી ત્રણથી ચાર વાર ધોઈ લેવા. હવે પ્રેશરકુકરમાં દાળ, ચોખા અને ચાર કપ પાણી ઉમેરવું. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું અને હળદર ઉમેરીને ત્રણ વ્હિસલ સુધી મીડીયમ તાપ પર રાખવું. કુકર ને જાતે ઠંડુ થવા દેવું.
- 3
એક પેનમાં ઘી ગરમ કરી એમાં આખા મસાલા અને જીરું ઉમેરવું, જ્યારે જીરૂં બ્રાઉન કલરનું થાય ત્યારે તેમાં હિંગ અને કાંદા ઉમેરવા. કાંદાને એક મિનિટ સુધી સાંતળવા. હવે તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને કાંદા લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં મીઠું અને ટામેટા ઉમેરી બરાબર હલાવી લેવું.
- 4
ટામેટા પોચા થઇ જાય ત્યાં સુધી પકાવી તેમાં પાલકની પ્યુરી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. હવે તેને મીડીયમ તાપ પર 5 મિનીટ સુધી પકાવવું.
- 5
હવે તેમાં તૈયાર કરેલી સાદી ખીચડી અને એક કપ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. જરૂરિયાત પ્રમાણે પાણી વધારે કે ઓછું લઈ શકાય. ખીચડી ને પાંચ મિનિટ સુધી મીડીયમ તાપ પર પકાવીને ગેસ બંધ કરી દેવો.
- 6
લસણ નો તડકો તૈયાર કરવા માટે તડકા પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ અને સૂકું લાલ મરચું ઉમેરી લસણને હલકા ગુલાબી રંગનું તવા દેવું. હવે તેમાં લાલ મરચું ઉમેરી ગેસ બંધ કરી દેવો. લસણના તડકાને તૈયાર કરેલી પાલક ની ખીચડી ઉપર ઉમેરવો.
- 7
ગરમા ગરમ પાલક ખીચડી ને લસણના તડકા સાથે પીરસવી. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)