વેજી સુપ (Veggie Soup Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
વેજી સુપ (Veggie Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધાં શાકભાજી ને ધોઈને એકદમ ઝીણા સમારી લો ત્યારબાદ એક જાડા તળિયા વાળા વાસણ માં તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં આદુ અને લસણ નાખી સ્હેજ વાર સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી નાખી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાતળો અને પછી ઝીણા કાપેલા બધા શાકભાજી ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, લીંબુ નો રસ અને કાળા મરીનો પાઉડર નાખી બધાં શાકભાજી ને તેલ માં 5 મિનિટ પકવતા રહો અને હલાવતાં રહો શાકભાજી અધકચરા પાકી ગયા બાદ તેમાં પાણી નાખો.
- 4
ત્યારબાદ તેને ઉકાળવા દો અને પછી 2 મિનિટ ઢાંકીને ઉકાળવા દો.
- 5
ત્યારબાદ 2 ચમચી કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી ઉકળતા સુપ માં નાખતા જાઓ અને હલાવતાં જાઓ જેથી કોઈ ગોઠલી ના પડે. સુપ થોડો ઘટ્ટ થઈ જશે એટલે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579772

















ટિપ્પણીઓ