બાજરાના તેલ વાળા રોટલા (Bajra Oily Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના લોટમાં બે ટીપા તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું
- 2
ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી લોટ મસળવો.
- 3
એક એક રોટલા જેટલો લોટ મસળતો જાવો અને રોટલો બનાવો
- 4
તાવડી ગરમ થાય એટલે તેમાં રોટલો શેકવા માટે મૂકી એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી તેમાં વેલણ વડે ખાડા પાડવા.
- 5
વળી પાછો એક વાર ફેરવી રોટલો સરખો શેકી લેવો અને નીચે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી તેલ રેડવું.
- 6
આ રોટલા ઉપર લસણની ચટણી અથવા તો મરચું મીઠું હિંગ ધાણાજીરૂ એ બધું લગાવી દહીં સાથે સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14619765















ટિપ્પણીઓ