ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

ભરેલો રોટલો (Bharelo Rotlo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  1. પુરણ બનાવવા માટે :
  2. 2 મોટી ચમચીસફેદ માખણ / ઘી
  3. 1/2 ચમચીજીરું
  4. 1/4 કપજીણી સમારેલી લીલી ડુંગળી
  5. 1/4 કપજીણુ સમારેલું લીલું લસણ
  6. 1/2 કપજીણું સમારેલું કોબીજ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 મોટી ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીલસણ ની ચટણી
  12. 1 ચમચીઆમચુર પાવ્ડર
  13. રોટલો બનાવવા માટે :
  14. 1.5 કપબાજરી નો લોટ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1 ચમચીતેલ
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પૂરણ બનાવવા માટે :
    સૌ પ્રથમ 1 પેન માં સફેદ માખણ /ઘી ને ગરમ કરી એમાં જીરું સાતળી લો. પછી એમાં લીલી ડુંગળી, લીલું લસણ, કોબીજ ઉમેરી 1 મિનિટ માટે સાતળી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, લસણ ની ચટણી નાખી 2-3 મિનિટ માટે સાતળી ne પૂરણ તૈયાર કરો.

  3. 3

    રોટલો બનાવવા માટે :
    1 બાઉલ માં બાજરી નો લોટ, મીઠું, તેલ લઇ મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો.

  4. 4

    હવે તેનાં મોટા લુઆ કરી તેને થેપી ને જાડો રોટલો બનાવી વચ્ચે પૂરણ મૂકી કવર કરી ફરીથી હળવા હાથે રોટલા ને થેપી લો.

  5. 5

    હવે પેન પર રોટલો મૂકી કાચો-પાકો શેકી લો. પછી રોટલા ની બંને બાજુ ઘી લગાવી ઘાટ્ટા બદામી રંગ નાં શેકી લો.

  6. 6

    હવે રોટલા નાં 4 ભાગ કરી દહીં નાં રાયતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર

ટિપ્પણીઓ

Similar Recipes