દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ૭ થી ૮ કલાકથી ધોઈને પલાળી રાખો.પછી કાણાવાળા વાટકા માં નિતારી લો.
- 2
મિક્સરમાં થોડું થોડું પીસી લો.
- 3
એક જ દિશા માં ખીરૂં ને ૧૫ મિનિટ સુધી ફેટી લો.દહીં માં ખાંડ નાખી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દો.
- 4
તેલ ગરમ મૂકી વડા તળી લો.ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
એક મોટા વાસણ માં નવશેકું પાણી ગરમ કરી તળેલા વડા નાંખી ૧૫ મિનિટ રાખો.પછી બંને હથેળીમાં વડા ને દબાવી પાણી કાઢી દો.
- 6
એક પ્લેટ માં વડા લઈ લો.દહીં નાખો પછી લીલી ચટણી, ખજૂર ચટણી ઉપરથી નાખો.પછી લાલ મરચું, જીરું પાઉડર નાખો.દહીંવડા ખાવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677671


















ટિપ્પણીઓ (4)