વાલ ની સબ્જી (Val Sabji Recipe In Gujarati)

વાલ અલગ અલગ નામ થી ઓળખાય છે જેમ કે રંગૂન વાલ,લિમા બીન્સ, બ્રોડ બીન્સ,બટર બીન્સ,વેક્સ બીન્સ,વ્હાઈટ કિડની બીન્સ... જે સાઈઝ માં નાના મોટા હોય શકે છે.પણ આપણી સીમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો દેશી વાલ.
▪️સુરતી પાપડી જેને બ્રોડ બીન્સ તરીકે પણ ઓળખાય છે.
▪️જે ગ્રીન વાલ એટલે કે ફ્રેશ દાણા કે જેનો આપણે જનરલી ઉંધીયું બનાવવા માં પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય જેને આપણે કઠોળ માં ઉપયોગ કરીએ છીએ.
▪️સુરતી પાપડી કે જેની સુરત ના કતારગામ માં તેની ખેતી કરવામાં આવે છે. એટલે તેને કતારગામ પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે શિયાળામાં જ જોવા મળે છે.તેની ક્વોલિટી અને ટેસ્ટ ના લીધે જગ પ્રસિદ્ધ છે.
▪️વાલ ને પહેલાં થી જ ૬ થી ૭ કલાક પલાળી રાખવા માં આવે છે. તે પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.તો તે ઇન્સ્ટન્ટ નથી બનતા.પ્રિ પ્લાન માં આવે છે.
▪️વાલ નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે.
પણ ઓથેન્ટીક રીતે તેમાં ગોળ, આંબલી, અજમો, રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.જે સ્વાદ માં સ્પાઇસી, સ્વીટ અને ટેંગી ફ્લેવર્સ આપે છે.
▪️વાલ ખૂબ જ હેલ્થી હોય છે.તેમા પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, આર્યન ની માત્રા સારા પ્રમાણમાં હોય છે.
- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
- વજન ઘટાડવા માં પણ ઉપયોગી નીવડે છે.
- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ઇત્યાદી...
કોઈ પણ કઠોળ આપણે વીક માં એક વાર જરૂર થી બનાવવું જોઈએ.
રાત્રી દરમિયાન તેને અવોઇડ કરવું કેમ કે ડાયજેસ્ટીંગ માં પ્રોબ્લેમ કરે છે.
.
🔸 ચાલો તો ચટાકેદાર વાલ ની સબ્જી ની રીત જોઇ લઇએ...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલ ને ૬ થી ૭ કલાક પલાળી રાખો.ત્યારબાદ કૂકરમાં લઈ ને ૩ થી ૪ સીટી લગાવી લો.હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરું, રાઈ ઉમેરો.તે પછી તેમાં મીઠો લીમડો, હીંગ, લસણ બારીક સમારેલા ઉમેરી લો.
- 2
ત્યારબાદ તેમાં લસણ ની ચટણી ઉમેરી સાંતળી લો.પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો અને રેગ્યુલર મસાલા જેવા કે લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો ઉમેરીને તેલ છુટું પડે ત્યાં સુધી તેને ઢાંકીને થવા દેવું.
- 3
હવે તેમાં વાલ ઉમેરી મિક્સ કરી લો.૧/૨ ગ્લાસ પાણી અને ગોળ આંબલી ની પ્યુરી પણ ઉમેરી લો.૧૦ થી ૧૫ મિનિટ માટે થવા દેવું.
- 4
વિશેષ નોંધ: આંબલી ની જગ્યાએ તમે કોકમ નો ઉપયોગ કરી શકો છો.ઘર માં વડીલો હોય તો કોકમ નો ઉપયોગ કરવો ફાયદાકારક છે.
- 5
તૈયાર છે ચટાકેદાર વાલ ની સબ્જી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)