ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)

ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને છાલ કાઢી પાણીમાં રાખવા. હવે તેને ફ્રેન્ચ ફ્રાય જેવા કટકા કરવા. કટ કરેલા ચીપ્સને પાણીમાં બોળી પાણી કાઢી લેવું.ફરી બીજા પાણીમાં બોળી કાણાવાળા માં કાઢી લેવા. હવે એક કઢાઈમાં પાણી ગરમ મૂકી ચિપ્સ ને ગરમ પાણીમાં નાખી ચાર મિનિટ ઢાંકીને ધીમા તાપે 70 ટકા જેટલું બાફી દો.
- 2
હવે ચિપ્સ ને કાના વાળા માં કાઢી ઉપરથી ઠંડુ પાણી રેડી બધું પાણી નીકળી જાય પછી તેની કપડામાં 5 મિનિટ પહોળા કરવા. પછી એક પ્લેટમાં ચિપ્સ ને લઈ લો. તેમાં કોર્ન ફ્લોર અને ચોખા ના લોટ લઈ તેને કોટિંગ કરો.
- 3
હવે બેટર બનાવવા એક બાઉલમાં મેંદો ચોખાનો લોટ અને મીઠું નાંખી બરાબર હલાવી થોડું થોડું પાણી રેડી મીડીયમ થીક ખીરું બનાવો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.હવે કોટીંગ કરેલી ચિપ્સ ખીરામાં ઉમેરી ને ધીમે ધીમે મૂકી તરી લો.. પછી ટીસ્યુ પેપર માં કાઢી હવે ફરીથી ગેસ ફુલ કરી ચિપ્સ ને ફરીથી તરી એક મિનિટ ગોલ્ડન બ્રાઉન થવા દો. હવે તૈયાર છે ફ્રેન્ચ ફ્રાય.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (5)