ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

#શ્રાવણ
#રાંધણછઠ્ઠસાતમ
#ff3
#cookpad_guj
#cookpadindia
ફરસી પૂરી રવા અને મેંદા ના ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.ચા અને કોફી સાથે ખૂબ સરસ લાગે છે.શ્રાવણ મહિના મા ઘણા બધા તહેવારો આવે છે.તેમાં રાંધણ છઠ્ઠ માં બધા પોતાના ઘર માં થોડી નવી અને થોડી ટ્રેડિશનલ વાનગીઓ બનાવે છે.અને બીજા દિવસ કે જેને શીતળા સાતમ કેહવાય છે તો તે દિવસે આ બધી વાનગીઓ ખાતા હોય છે અને આ રીતે આપણી આ પરંપરા જીવંત રહે છે.
શીતળા સાતમ ના દિવસે ઠડું વાસી ખાવાનો મહિમા છે.
રાંધણ છઠ્ઠ ના દિવસે બધી રસોઈ બની ગયા પછી ચૂલા ને પાણી નાખી ઠંડો કરવામાં આવે છે અને પછી પૂજા કરાતી હોય છે.આપના ઘર માં અનાજ નો ભંડાર રહે અને બધા ના તંદુરસ્તી માટે ની પ્રાર્થના કરાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા રવો,મેંદો, વાટેલા મરી,જીરું, ચપટી જ બેકિંગ પાઉડર લેવું પછી ઘી એડ કરી ને ૫ મિનિટ બરાબર મસળવું.(મુઠ્ઠી વડે એટલું મોણ એડ કરવું) પછી થોડું ઠંડું દૂધ અને પાણી થી લોટ બાંધવો.
લોટ કઠણ બાંધવો. - 2
૧ કલાક બાધેલો લોટ પલાળવો.પછી નાની સાઇઝ ની થોડી જાડી પૂરી વની ને વચ્ચે કાણું પાડી ને તેલ મા ધીમે તાપે ફ્રાય કરવી.
- 3
આછો ગોલ્ડન કલર આવે એવી ફ્રાય કરવી.આ પૂરી ચા સાથે સરસ લાગે છે.શીતળા સાતમ ના તહેવાર માટે આ પૂરી બધા ખાસ બનાવતા હોય છે.પણ મારા ઘરે તો આ પૂરી બધાને ખૂબ ભાવતી હોવાથી થોડા થોડા દિવસે બને છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)