મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

#TT3
#Coopadgujrati
#CookpadIndia
Maisur masala dosa
ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ધોઈને 1-2 કલાક સુધી પલાળી રાખો. સાથે બીજા વાસણમાં પૌવા ને પણ 30 મિનિટ પેલા ધોઈ ને પલાળી ને રાખી દો પછી તેને પણ સાથે મિક્સરમાં ક્રશ કરી લો. ઢોસા નું ખીરું તૈયાર કરો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને અડદ ની દાળ નાખો. રાઈ તતડી જાય પછી તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો. અને હવે તેમાં ડુંગળી નાખી સાંતળો અને તેમાં ચપટી મીઠું નાખી લાઈટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં હળદર નાખી દો પછી તેમાં સમારેલા બાફેલા બટાકા નાખી દો. સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ સુધી રહેવા દો. તૈયાર છે મસાલો.
- 3
હવે મૈસૂર નો મસાલો બનાવા માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં લસણ ની પેસ્ટ નાખો અને ત્યારબાદ તેમાં ટામેટાં નાખો થોડી વાર સાંતળો પછી તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો. થોડું પાણી નાખી તેને ચડવા દો. પછી તેમાં તૈયાર કરેલો બટાકા નો મસાલો નાખી દો અને બધું બરાબર મિક્સ કરી લો. પછી બધાં મસાલા ને મેસ કરી એક રસ કરી લો. 5-7 મિનિટ સુધી કુક થવા દો અને પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે મૈસૂર મસાલો.
- 4
હવે ઢોસા બનાવા માટે ઢોસા ની લોઢી લો અને તેને ગરમ કરી તેની પર ખીરું પાથરી ઢોસા તૈયાર કરો પછી તેની ઉપર બટર લગાવી તૈયાર કરેલ મૈસૂર મસાલો લગાવી દો. 2-3 મિનિટ સુધી કુક કરી ઢોસા ને ઉતારી લો. આવીજ રીતે બધા મૈસૂર મસાલા ઢોસા બનાવો.
- 5
હવે તૈયાર છે મૈસૂર મસાલા ઢોસા તેને સાંભાર અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (30)