ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#TT3
#cookpadindia
#cookpadgujrati
#Falafelwithhumms
#chickpeaspakoda
ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે.
હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે.
ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે.

ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)

#TT3
#cookpadindia
#cookpadgujrati
#Falafelwithhumms
#chickpeaspakoda
ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે.
હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે.
ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
4 વ્યકિત
  1. ફ્લાફલ માટે___
  2. 225 ગ્રામ સૂકા કાબુલી ચણા
  3. 3/4 કપબારીક સમારેલી કોથમીર
  4. 6-7 નંગકોથમીરની ડાળી
  5. 6-7ફુદીના પાન
  6. 2-3 નંગલીલાં તીખાં મરચાં
  7. 4-5લીલાં મોરા મરચાં
  8. 1 ઇંચઅદ્ર્ક ટુકડો
  9. 2 ચમચીલીંબુ રસ
  10. 6-7 નંગલસણની કળી
  11. 2 નંગડુંગળી સમારેલ
  12. મસાલા ⬇️
  13. 1/4 ચમચીહળદર
  14. 1/2 ચમચીજીરું
  15. 1/4 ચમચીમરી પાઉડર
  16. 3-4 ચમચીતલ
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. 3-4 ચમચીચણાનો લોટ અથવા મેંદો, ઓટ્સ,બ્રેડક્રમસ
  19. ડીપ ફ્રાય કરવા માટે ⬇️
  20. 4 મોટા ચમચાતેલ
  21. હમસ બનાવવા માટે ⬇️
  22. 100 ગ્રામબાફેલા કાબુલી ચણા
  23. 1+1/2 ચમચી તહિની
  24. 2-3 ચમચીસેકેલ તલ
  25. 5-6લસણની કળી
  26. 1 ચમચીલીંબુ રસ
  27. 1 ચમચીજીરું પાઉડર
  28. 4-5 ચમચીઓલીવ ઓઈલ
  29. સ્વાદ પ્રમાણેમીઠું
  30. જરુર મુજબ લાલ મરચું પાઉડર
  31. સર્વ કરો ⬇️
  32. ફ્લાફલ સાથે હમસ અને ડુંગળીની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાફલ બનાવવા માટેની પુર્વ સામગ્રીની તૈયારી ⬇️

  2. 2

    ફ્લાફલ બનાવવા સૌ પ્રથમ 225 ગ્રામ કાબુલી ચણા ને 8 થી 9 ક્લાક પાણીમાં પલાળી રાખો.
    ત્યાર બાદ તેમાનું એક્સટ્રા પાણી કાઢી નાખો.અને કોટન કાપડ પર મૂકી કોરા કરો. (આમ કરવાથી ઝડપીથી ચણા પરની છાલ રિમુવ થાય છે).

  3. 3

    હવે કોથમીર,ફુદીનાનાં પાન અને તેની ડાળી,લીલાં મરચાં,અદ્ર્ક ધોઈને સ્વચ્છ કરી એક મિક્સર બાઉલમાં નાંખો અને સાથે કાબુલી ચણા, સ્વાદ મુજબ મીઠું,લસણની કળી, જીરું, લીંબુનો રસ,મરી પાઉડર, બધું બરાબર મિક્સ કરી મિકસર બાઊલમાં અધક્ચરુ ખીરું તૈયાર કરો.

  4. 4

    હવે ખીરામાં ચપટી હળદર, ધાણા જીરું પાઉડર, 3 થી 4 ચમચી ચણાનો લોટ અને ચપટી ખાવાનાં સોડા મિક્સ કરી બધુ બરાબર હલાવી લો. અને ખીરાને કવર કરી ફ્રીજમાં 30 મિનીટ માટે રેસ્ટ આપો.

  5. 5

    30 મિનીટ બાદ ફ્લાફલનાં ખીરાંને ફ્રીજ
    માંથી બહાર કાઢી નાખો. હવે હાથ પર 1ચમચી તેલ લગાવી રાઉન્ડ શેપમાં ખીરાંને વાળી લો.
    4 મોટા ચમચા તેલ ગરમ કરી તેમાં મિડીયમ ફ્લેમ પર ફ્લાફલને ગોલ્ડન રંગ થઇ જાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવા. આ મુજબ બધાં ફ્લાફલ તળી લો.

  6. 6

    હમસ બનાવવા માટે ⬇️
    8 ક્લાક પલાળીને રાખેલ ચણાનો ઉપયોગ કરી, કુકરમાં વિહ્સ્લ આપવી.

  7. 7

    100 ગ્રામ કાબુલી ચણાને ધોઈને કુકરમાં 3 થી 4 વિસ્લ આપવી.
    તહિની સોસ ⬇️
    1+1/2 ચમચી તલ એક પેનમાં 1/2મિનીટ સેક્વાં. ત્યાર બાદ થંડ થાય એટલે મિક્સર બાઉલમાં સેકેલ તલ, 4 થી 5 ચમચી ઓલીવ ઓઈલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી પેસ્ટ રેડી કરો. આને જ હોમમેડ તહિની સોસ કેવાય છે.

  8. 8

    હવે બાફેલ કાબલી ચણાને મિક્સર બાઉલમાં લો. તેની સાથે લસણની કળી, જીરું પાઉડર, 1 ચમચી લીંબુ રસ અને 2 થી 3ચમચી પાણી નાખી સ્મુથ પેસ્ટ રેડી કરો.
    ત્યાર બાદ આ પેસ્ટ સાથે તહિની સોસ મિક્સ કરો.ઉપરથી ઓલીવ ઓઈલઅને લાલ મરચું પાઉડર જરુર મુજબ નાંખી હમસ રેડી કરો.

  9. 9
  10. 10

    હવે આપણે રેડી કરેલ ફ્લાફલ અને હમસ બની છે.ગાર્નિશ કરો ડુંગળીની સ્લાઈસ સાથે.

  11. 11

    સવારના અથવા સાંજનાં સમયે ચા સાથે સર્વ કરો. ફ્લાફલ અને હમસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Top Search in

Similar Recipes