જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#TT3
જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)

#TT3
જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા માટે:
  2. 2 કપચોખા
  3. 1 કપઅડદ દાળ
  4. 7-8દાણા મેથીપાની
  5. 1 ચમચીદહીં
  6. મીઠું સ્વાદ મુજબ
  7. જરૂર મુજબ પાણી
  8. સ્ટફિંગ માટે:
  9. ૧/૨ કપઝીણી સમારેલી ડુંગળી
  10. ૧/૨ કપઝીણું સમારેલું કેપ્સીકમ
  11. ૧/૨ઝીણું ખમણેલું બીટ
  12. ૧/૨ કપઝીણી સમારેલ કોબીજ
  13. ૧/૨ઝીણા સમારેલા ગાજર
  14. બટર
  15. 2 ચમચીસેજવાન ચટણી
  16. 2 ચમચીટમેટા સોસ
  17. જરૂર મુજબ ચીઝ
  18. ગાર્નિશીંગ માટે :લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોસાના બેટર માટે:
    સૌપ્રથમ ચોખામાં મેથીના દાણા એડ કરી દાળ અને ચોખાને અલગ અલગ ૪ કલાક માટે પલાળી દો. હવે તેને મિક્સરમાં પીસી ઢોસા નું ખીરું તૈયાર કરો. તેમાં એક ચમચી દહી એડ કરી ઢાંકીને આથો આવે ત્યાં સુધી રહેવા દો.

  2. 2

    Jini dosa માટે: બધા શાકભાજીને ઝીણા સમારી તૈયાર કરી લો.

  3. 3

    હવે ઢોસા પેનમાં થોડું તેલ થોડું પાણી લગાવી સાફ કરો.તેના પર ઢોસા નુ ખીરુ સ્પ્રેડ કરો. એક મિનિટ થવા દો હવે તેને પર બટર લગાવી schezwan chutney અને સોસ સ્પ્રેડ કરો.હવે તેના પર ઝીણું સમારેલું શાક એક એક કરી ને પાથરો. તેના પર ચીઝ ખમણી એક મિનિટ થવા દો.હવે પીઝા કટરથી લાંબા કટ કરી રોલવાળી ડીશમાં લઈ લો.

  4. 4

    સર્વિંગ ડીશમાં લઈ લો તેમાં ઉપરથી ચીઝ ખમણી ની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes