વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

Dharmishta Chauhan @Dharmishta_16
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, ફણસી, ગાજર, રેડ કેબેજ વરાળે બાફી લેવા. બટાકા પણ બાફી લેવા. બટાકા ઠંડા થાય ત્યાર બાદ જ ટીક્કી માટે પ્રોસેસ કરવી. બાફેલા બટાકા, વટાણા, ફણસી, ગાજર, રેડ કેબેજ નાખી બધું મેશ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડું કોર્ન ફ્લોર નાખવું. હવે તેમાં મીઠું, મરી, આદું મરચા લસણ ની પેસ્ટ નાખી સહેજ ગરમ મસાલો નાખી દેવો. સરખું મિક્સ કરી ને ટીક્કી વાળી લેવી. નોન સ્ટીક પેન માં થોડું તેલ મૂકી બંને બાજુ થી ક્રિસ્પી શેકી લેવી.
- 2
બર્ગર બન ને વચ્ચે થી કાપી શેકી લેવું. હવે એક બન પર ગ્રીન ચટણી ટામેટા સોસ લગાવો. લેટસ મૂકી ટીક્કી મૂકવી.
- 3
હવે ડુંગળી ટામેટાં મૂકી ચીઝ સ્લાઈસ મૂકી બન નો 1/2 પાર્ટ મૂકી દેવું. તૈયાર છે બર્ગર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321942






ટિપ્પણીઓ