ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧ (૧/૨ કપ)ઘઉં નો લોટ
  2. ૧ ટી સ્પૂનહળદર
  3. ૧ ટી સ્પૂનમરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટી સ્પૂનતલ
  6. ૧/૪ ટી સ્પૂનહિંગ
  7. ૩ ટી સ્પૂનફ્રેશ મલાઈ
  8. ૧/૨ કપખાટું દહીં/છાસ
  9. જરૂર મુજબ પાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ,મીઠું,હળદર,હિંગ,તલ,મરચાની પેસ્ટ અને મલાઈ લઈ લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં દહીં નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને સેમી સોફ્ટ લોટ બાંધી લો.

  3. 3

    હવે તેને ચક્રી પાડવાના સંચા મા ભરી લો.ત્યાર બાદ તેને રોટલી ના પાટલા પર ચક્રી પડો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો.ત્યાર બાદ તેમાં પાંચ છ ચક્રી નાખો અને મિડિયમ તાપે તળી લો.ગેસ ની ફ્લેમ ફાસ્ટ ન રાખવી નહિતર ચક્રી ઉપર થી લાલ થશે અને અંદર થી કાચી રહેશે.આ રીતે બધી ચક્રી ને ગુલાબી રંગ ની તળી લો.

  5. 5

    તો તૈયાર છે પૌષ્ટિક અને ઘરની જ વસ્તુ થી ફટાફટ બની જતી ચક્રી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes