વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

Dharmishta Chauhan
Dharmishta Chauhan @Dharmishta_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટીક્કી માટે
  2. 2 નંગ મોટા બટાકા
  3. 1 વાટકીવટાણા
  4. 8-10ફણસી
  5. 1/2ગાજર
  6. 1 વાટકીરેડ કેબેજ
  7. 2 ચમચીકોર્ન ફ્લોર (For Binding)
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીઆદુ મરચાં પેસ્ટ
  10. 1 ચમચીલસણ પેસ્ટ
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. બર્ગર માટે
  14. 8-10બર્ગર બન
  15. 8-10ચીઝ સ્લાઈસ
  16. 2 નંગ ડુંગળી
  17. 2 નંગટામેટાં
  18. 1/2લેટસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા, ફણસી, ગાજર, રેડ કેબેજ વરાળે બાફી લેવા. બટાકા પણ બાફી લેવા. બટાકા ઠંડા થાય ત્યાર બાદ જ ટીક્કી માટે પ્રોસેસ કરવી. બાફેલા બટાકા, વટાણા, ફણસી, ગાજર, રેડ કેબેજ નાખી બધું મેશ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડું કોર્ન ફ્લોર નાખવું. હવે તેમાં મીઠું, મરી, આદું મરચા લસણ ની પેસ્ટ નાખી સહેજ ગરમ મસાલો નાખી દેવો. સરખું મિક્સ કરી ને ટીક્કી વાળી લેવી. નોન સ્ટીક પેન માં થોડું તેલ મૂકી બંને બાજુ થી ક્રિસ્પી શેકી લેવી.

  2. 2

    બર્ગર બન ને વચ્ચે થી કાપી શેકી લેવું. હવે એક બન પર ગ્રીન ચટણી ટામેટા સોસ લગાવો. લેટસ મૂકી ટીક્કી મૂકવી.

  3. 3

    હવે ડુંગળી ટામેટાં મૂકી ચીઝ સ્લાઈસ મૂકી બન નો 1/2 પાર્ટ મૂકી દેવું. તૈયાર છે બર્ગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmishta Chauhan
Dharmishta Chauhan @Dharmishta_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes