મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#SJR
#SFR
મોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કાથરોટ માં ચણાનો લોટ લો, તેમાં દૂધ અને ઘી ના મિશ્રણ થી ધાબો દેવો, અને ચણાનો લોટ માં મીક્સ કરી ને દાબીને ૧૫-૨૦ મીનીટ રાખો.
- 2
ત્યારબાદ ધ્રાબો દીધેલ લોટને ચાળણી વડે ચાળીને એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લોટને બદામી રંગ થાય ત્યાં સુધી શેકો, તેમાં ૨ ચમચી મલાઈ અને દૂધ ઉમેરો.અને બદામી રંગ નો શેકો.
- 3
એક તપેલીમાં ખાંડ લો, તેમાં ડૂબે એટલું પાણી ઉમેરી અને ૨ તારી ની ચાસણી કરો, તેમાં ફુડ કલર ઉમેરો,પછી ચાસણી શેકેલા ચણા ના લોટ માં મીક્સ કરો અને એકસરખું હલાવતાં રહો અને ઇલાયચી પાઉડર,જાયફળ પાઉડર ઉમેરો અને ચાસણી મીક્સ કરો.
- 4
ત્યારબાદ ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં મોહનથાળ ને ઢાળી દો, અને ઉપર ખસખસ, ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી સર્વ કરો.સાથે જો સેવ -પાપડીનુ ફરસાણ નો આનંદ લો.
- 5
તૈયાર છે "દાણેદાર ગુજરાતી મીઠાઈ મોહનથાળ........ આનંદ ખાવાનો લો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ