ફજીતા સ્પાઈસ્ડ કીનોઆ બાઉલ

Sonal Karia
Sonal Karia @Sonal

#RB18
આ મારી દીકરી જમાઈ ને બહું જ ભાવે... હેલ્થી છે

ફજીતા સ્પાઈસ્ડ કીનોઆ બાઉલ

#RB18
આ મારી દીકરી જમાઈ ને બહું જ ભાવે... હેલ્થી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફજીતા મસાલા માટે જોઈશે
  2. 1/4 ચમચીશેકેલું જીરૂ
  3. 1/4 ચમચીડુંગળી પાઉડર
  4. 1/4 ચમચીલસણ પાઉડર
  5. 1/4 ચમચીપેપ્રીકા
  6. 1/4 ચમચીઓરેગાનો
  7. 1/4ઇટાલિયન મરચું પાઉડર/ઘર નું મરચું પાઉડર
  8. 1/4ઇટાલિયન પેપ્રિકા પાઉડર/કાશ્મીરી મરચું પાઉડર
  9. કિનોઆ માટે જોઈશે
  10. 1મીડિયમ બાઉલ કીનોઆ/ સાત થી આઠ મુઠી,બે વાર ધોઈ 15મિનિટ પલાળવા
  11. 1 1/2ચમચો ઓલિવ ઓઈલ
  12. 2 ચમચીફજીતા મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2બાઉલ સ્ટોક.ઓછો વધુ જોઈ શકે છે
  15. 5-7પાન બેસીલ
  16. વેજીસ માટે જોઈશે
  17. 2બાઉલ લાંબા કટ કરેલાંબ્રોકોલી,ગાજર, ફણસી, ઝુકીની,ત્રણેય કેપ્સીકમ
  18. 1ચમચો ઓલિવ ઓઈલ
  19. 1ચમચો લસણ બારીક કટ કરેલું
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1 ચમચીમરચુ પાઉડર
  22. રાજમાં માટે જોઈશે
  23. 1બાઉલ રાજમાં બાફેલા
  24. 1ચમચો ઓલિવ ઓઈલ
  25. 2 ચમચીઝીણું કટ કરેલું લસણ
  26. 1ડુંગળી ઝીણી કટ કરેલી
  27. 1ટમેટું બારીક કટ કરેલું
  28. મીઠું સ્વાદાનુસાર
  29. 1 ચમચીમરચુ પાઉડર,વધુ પણ ઉમેરી શકો
  30. સાલસા માટે જોઇશે
  31. 1મીડિયમ ડુંગળી
  32. 1મિડીયમ ટામેટું
  33. 1/4કેપ્સીકમ
  34. મીઠું સ્વાદાનુસાર
  35. 1 ચમચીમરચુ પાઉડર
  36. 1 ચમચીલીંબુ નો રસ
  37. સાથે જોઈશે
  38. મેયોનિઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો ફજીતા મસાલા માટેની બધી વસ્તુઓ એક બાઉલમાં લઈ મિક્સ કરી લેવી. તો રેડી છે ફજીતા મસાલો.તૈયાર પણ મળે છે

  2. 2

    એક કડાઈમાં ઓઇલ ઉમેરી ડુંગળી સંતળાવા આવે ત્યારે ગાર્લિક નાખી થોડીવાર સાતડી ટમેટાની પ્યુરી નાખવી તેને સરખું સાતળવું પછી તેમાં મીઠું મરચું ઉમેરી રાજમા ઉમેરી ફરી થોડીવાર સાતળવું થોડી ગ્રેવી વાળા રાખવા. રેડી છે રાજમાં

  3. 3

    સાલસા માટે મિક્સર જારમાં ડુંગળી ટમેટું અને કેપ્સિકમ લઈ ચાલુ બંધ ચાલુ બંધ કરી અધકચરા પીસી લેવા પછી તેમાં મીઠું મરચું અને લીંબુનો રસ ઉમેરી ચમચીથી મિક્સ કરી લેવું.. રેડી છે સાલ્સા સોસ.હું અહી મરચું પાઉડર ભૂલી ગઈ છું

  4. 4

    કુકરમાં તેલ મૂકી ફજીતા મસાલો ઉમેરી સ્ટોક ઉમેરી દેવો ઊકળે એટલે તેમાં પાણી નિતારી કીનોઆ ઉમેરવા. જરૂર મુજબ મીઠું અને બેસિલ ઉમેરી ઢાંકણ ઢાંકી એક વિસલ કરી ગેસ બંધ કરી દેવો. રેડી છે કીનોઆ

  5. 5

    એક કડાઈમાં ઓઇલ મૂકી ગાર્લિક સાંતળી બધા વેજીસ નાખવા તેમાં મીઠું મરચું ઉમેરી સાંતળવા. રેડી છે આપણા વેજિસ્...

  6. 6

    હવે એક બાઉલ માં પહેલા કીનોઆ પાથરી ઉપર રાજમાં, વેજિસ, સાલસા અને મેયોનીઝ મૂકવું... હવે મસ્ત મસ્ત કીનોઆ ની મોજ માણો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Ketki Dave
Ketki Dave @ketki_10
@Sonal Suuuuuuuperb
Excellent
Scrumptious
Aatli badhi mahenat! Oooooooo WOW

Similar Recipes