ઉગાડેલા મગ ની ટોકરી ચાટ

આજે મેં ખુબજ સુપાચ્ય એવા ઉગાડેલા મગ ની ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી ચેટ બનાવી ને એને ટોકરી માં સર્વ કરી છે.."મગ"કહેવત છે ને કે "મગ ચલાવે પગ"...હ તો મેંએવા પૌષ્ટીક કઠોળ મગ ને ચાટ ના જેમ ટેસ્ટી બનાવી છે આમ પણ કઠોળ ખૂબ જરૂરી અને ઉપયોગી છે આપણા રોજિંદા ખોરાક સાથે લેવસમાં આવે તો..અને એમાંય ઉગાડેલા કઠોળ માં થી તો વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે અને કેલ્શિયમ તથા ફાઇબર થઈ ભરપૂર એવા મગ ની ચાટ આપણે બનાવીશું..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ધોઈ ને પાણી માં 8 કલાક પલાળી રાખવા (એક રાત સુધી)
- 2
બીજા દિવસે પાણી નિતારી કોટન ના કપડાં માં બાંધી લો..
- 3
ગરમ જગાએ મુકો બીજા 6 કલાક માટે આ રીતે બાંધી ને મુકવા
- 4
હવે મગ બરાબર ઉગી જશે..
- 5
તો રેડી 6 ઉગાડેલા મગ...
- 6
હવે મગને એક નોનસ્ટિક વાસણ માં તેલ મૂકી લસણ અને આદુ તથા હિંગ થીવઘારી લો
- 7
હવે 10 મિનિટ માટે એક નાનો કપ પાણી નાખી ચડવા દો
- 8
વધારે બાફવાના નથી..ચાવવા માં સારા લાગે એટલાજ ચડવા દેવા ના છે
- 9
હવે મગ 10 મિનિટ પછી ચાટ બનાવવા તૈયાર છે
- 10
હવે મગને એક મોટા બાઉલ માં લઇ તજોડા ઠંડા થવા દો
- 11
હવે મગમાં ટામેટા /કાકડી/ડુંગળી/ગાજર/લસણ પેસ્ટ બધું ઉમેરી દો.
- 12
હવે મગ માં ખરી ઢીંગ બર ચટણી ઓ ઉમેટી લો શેકરલ જીરું તથા ચાટ મસાલો ઉમેરી મિક્સ કરો
- 13
લહવે એમાં કોથમીટ નાખી ટોમેટો સજાવી લો
- 14
હવે છત ને એક ટોકરી માં લઇ હેલ્ધી ક મગ ચેટ નો આનંદ માણો.
- 15
આપ મગ ચેટ ને આપણી પસંદ થઈ સજાવી ને સર્વ કરી શકો છો..
- 16
તો તૈયાર છે મારી હેલ્ધી મગ ટોકરી ચાટ..
- 17
આ ચેટ માં માત્ર 1 અડધી ચમચી તેલ નોજ ઉપયોગ કર્યો છે..
- 18
તો આપ સર્વ પણ મજા માણો ઉગાડેલ મગ ની હેલ્ધી ચાટ...
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ