ખાટીયા મગ

#કઠોળ
ફ્રેન્ડ્સ,એકદમ દેશી એવી આ રેસિપી જ હેલ્ધી છે.રોટલા સાથે કઢી બહુ સરસ કોમ્બિનેશન છે. એવી જ રીતે રોટલે ચડે એવા ખાટીયા મગ પણ ટેસ્ટી અને હેલ્ધી છે. બાજરીનો રોટલો , લસણની ચટણી, ગોળ -ઘી ,ડુંગળી , ખીચીયા પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. તેમજ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની સાતમ ની રસોઈ માટે પણ બનાવવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની ચોખા પાણીથી ધોઈને બાફી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી રાઈ જીરૂનો વઘાર કરો તેમાં મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરી સમારેલી ડુંગળી એડ કરો ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે તેમાં લસણ ની ચટણી (કે જેમાં લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરેલ છે) ઉમેરી થોડીવાર સાંતળો. એક વાટકી માં ખાટી છાશ અને ચણાનો લોટ,હળદર સરસ રીતે મિક્સ કરીને રેડી રાખો
- 2
લસણની ચટણી સંતળાઇ જાય પછી તેમાં બાફેલા મગ અને છાશનું મિશ્રણ ઉમેરી ઘટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે વઘારીયા માં તેલ લઇ રાઈ જીરું નો વઘાર કરી લાલ મરચું ઉમેરી સર્વિંગ બાઉલમાં કાઢેલા મગ ઉપર રેડી દો. ઉપરથી કોથમીર ઉમેરી ગાર્નિશિંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ