પનીર ચીલી

Alpa Desai @cook_14045524
#રેસ્ટોરન્ટ
વેજિટેરિયન ચાઈનીઝ વાનગી એટલે ખાટી-મીઠી થોડી તીખી અને અંતે ચટપટી જે એમ જ ખાવાની મજા આવે ચાલો આજે પનીર ચીલી ની લિજ્જત માણીયે.
પનીર ચીલી
#રેસ્ટોરન્ટ
વેજિટેરિયન ચાઈનીઝ વાનગી એટલે ખાટી-મીઠી થોડી તીખી અને અંતે ચટપટી જે એમ જ ખાવાની મજા આવે ચાલો આજે પનીર ચીલી ની લિજ્જત માણીયે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને મીઠું અને મરી માં રગદોળીને દસ મિનિટ ઢાંકીને રહેવા દો. કોર્ન ફ્લોરમાં એકથી દોઢ ચમચી પાણી ઉમેરી જાડો ઘોળ તૈયાર કરો. પનીરના ટુકડા એમાં દુબોડીને ધીમા તાપે તેલમાં તળીને રાખો.
- 2
એક પેનમાં એક ચમચી તેલ લઇ આદુ-મરચાની પેસ્ટ સાંતળો. તેમાં કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા સાંતળો. ટોમેટો સોસ, વિનેગર, મીઠું ઉમેરો. છેલ્લે પનીરના ટુકડા ઉમેરી અડધો કપ પાણી ઉમેરી 5 મિનીટ ઢાંકી ને ચડવા દો. લીલી ડુંગળીના ઝીણા કાપેલા પત્તા થી શણગારો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11443876



ટિપ્પણીઓ