તૂરીયા મા પાત્રા

તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી
તૂરીયા મા પાત્રા
તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
પાત્રાની રેસીપી,પાત્રા ધોઈને સાફ કરી, નષ કાપી લો, લોટ ભેગા કરી એક બાઉલમાં લઇ લો, એમા ગોળ, આમલી નુ પાણી, દહીં નાખો
લીલુ મરચુ, 1 મોટો ટુકડો આદું, 10 કડી લસણ, કોથમીર ને મિક્સરમાં વાટી લો,
લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું ને 3..4 ચમચી તેલ લઈને લોટ તૈયાર કરો, બો પાતળુ ન કરી દેવુ, - 2
પાત્રા ચોપડી લો, સ્ટીમ કરવા કાણા વાળી ડીસ મા ઈદડા ના કૂકરમા મૂકો, 30..35 મિનિટ સુધી ઢાંકી ને સ્ટીમ કરો, ચપ્પુ લગાવી ને ચડી ગયા કે નહીં તે જુઓ
- 3
તૂરીયા ની છાલ કાઢી લો, કાપી લો, ટુકડા કરી લો, 5..6 લસણ, 2 લીલુ મરચુ, 1 ટુકડો આદું, કોથમીર મિકસર મા વાટી લો,
- 4
એક પેનમાં જીરૂ, રાઈ લો, તટડી જાય હિંગ નાખો,, લસણ, મરચુ,આદું, કોથમીર ને પેસ્ટ ને મીઠું નાખો,, 3..4 ચમચી પાણી ઉમેરી,, કીચન કિંગ મસાલો નાંખીને ઢાંકી લો, 15 મીનીટ સુધી
- 5
પાત્રા ઉમેરો, બરાબર મિક્સ કરો, 1 ચમચી ખાંડ નાખો,કોથમીર નાખો, સૂકુ લાગે તો તેલ ઉમેરો, ઢાંકી ને 15..20 ઢાંકી ને ચડવા દો, પીરસો ત્યારે શીગતેલ નાખી ને, કયાં તો લીંબુ નીચવી ને ખાઈ શકાય
Top Search in
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ