ઘઉં ના લોટ ના પિઝા (Wheat flour pizza recipe in gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક કથરોટ માં લોટ લઈ તેમાં સોડા, મીઠું, ખાંડ, દહીં અને તેલ નાખી બધું મિક્સ કરો ને જરૂર મુજબ પાણી નાખી ઢીલો એવો લોટ બાંધવો, પછી તેને ઢાંકીને 1કલાક માટે મૂકી દો, 1 કલાક પછી લોટ ના લુવા કરી લેવા તમારે જે સાઈઝ ના રોટલો બનાવવો હોય એ રીતે લુંવું લેવો.
- 2
હવે પાટલી પર લુંવું લઈ આછો એવો લોટ છાંટતો જવો ને વણી લઈ તેના પર કાંટા વાળી ચમચી થી કાણા પાડી લેવા, પછી ગેસ પર લોઢી ગરમ કરવા મુકો gesni આંચ ધીમી જ રાખવી, તેના પર રોટલો મૂકી સેકી લેવો, આછો ગુલાબી બ્રાઉન કલરનો શેકવો, તો આવી રીતે બધા જ રોટલા તૈયાર કરી લો.
- 3
હવે ઓરેગાનો બનાવવા માટે અજમા ના પાન લેવા ધોઈ ને કોરા કરી લો પછી એક કડાઈ માં ધીમે આંચ પર તેને સેકી લો સાવ કડક થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી લો ઠંડા થઈ એટલે હાથેથી મસળી લેવા એટલે ઓરેગાનો તૈયાર, પછી પીઝા સોસ બનાવવા માટે એક કડાઈ માં એક ચમચી તેલ mukvu.
- 4
હવે ટામેટાં ને કાંદા ના ટુકડા કરી લો તેલ આવી જાય એટલે તેમાં લસણ નાખવું તેને એકદમ લાલાશ જેવું સાંતળવું પછી તેમાં કાંદા નાખી ગુલાબી કલરના ચડવા દેવા ને ટામેટાં નાખી હલાવવા, તમે અહીંયા બાફેલા ટામેટાં પણ લઈ શકો, પછી ચડી જાય એટલે ઓરેગાનો, ચીનીફ્લેક્સ, મીઠું, લીમડાના પાન નાખી થોડીવાર ચડવા દેવો, પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો, ઠંડુ થઈ જાય એટલે મિક્સર જાર માં લઈ ટોમોટોકેચપ નાખવો.
- 5
બધું જ બરાબર નાખી ક્રશ કરી લો, પછી એક બાઉલ માં કાઢી લો તો તૈયાર છે પિઝા સોસ.
- 6
હવે રોટલા પર નું લેયર બનાવવા શાકભાજી કાપી લો, એક પેન માં તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય એટલે તેમાં કાંદા નાખો સહેજ ચડવા દેવા પછી કેપ્સિકમ નાખવા ને ટામેટાં નાખી સહેજ હળદર ને મીઠું નાખી અધકચરા ચડવા દેવા પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.
- 7
હવે રોટલો લેવો ને સહેજ તાવી પર ગરમ કરી લો નીચે ઉતારી તેના પર પહેલા પિઝા સોસ લગાવો પછી સાંતળેલા બધા શાકભાજી નું લેયર મુકવું, ચીનીફ્લેક્સ ને ઓરેગાનો છાંટવો, તેના પર ચીઝ ખમણી લેવું ને તવી પર શેકવા મુકવો ને તેના ઉપર કોઈ ઢાંકણ કે તપેલી મૂકી 2/3 મિનિટ સેકી લેવો.
- 8
પછી ઢાંકણ ઉંચકી જોય લેવું બરાબર સેકાય જાય એટલે નીચે ઉતારી કટ કરી તેના પર ટૉમેટોકેચપ લગાડી સર્વ કરો, તો તૈયાર છે ટેસ્ટી પીઝા.
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (6)