કઢાઈ પનીર(kadhai paneer recipe in Gujarati)
#સુપરશેફ1 # વીક ૧#પોસ્ટ ૫
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુકા મસાલા માટેની બધી સામગ્રી પેનમાં લઈ ૨ થી ૩ મિનિટ માટે શેકી લેવું.ત્યારબાદ તેને ઠંડુ થવા સાઇડમાં મૂકી દેવું.ઠંડુ થયા બાદ તે બધી સામગ્રીને મિક્સર જાળમાં લઈ તેનો પાઉડર બનાવી લેવો.ત્યારબાદ એક પેનમાં ૨ થી ૩ મોટી ચમચી તેલ લઈ તેમાં પનીરના ટુકડા ૨ થી ૩ મિનિટ હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા.ત્યારબાદ તેને સાઈડમાં કાઢી એ જ પેનમાં થોડા મોટા ટુકડામાં કાપેલી ૨ ડુંગળી અને મોટા ટુકડામાં કાપેલું ૧ કેપ્સીકમ ઉમેરી તેને ૨ થી ૩ મિનિટ ફ્રાય કરી એક વાસણમાં કાઢી લેવું.
- 2
ત્યારબાદ તે જ પેનમાં ૭ થી ૮ લસણની કળી,૧ ઈંચ આદુનો ટુકડો ઉમેરી તેને હલકું ફ્રાય કરી લેવું.ત્યારબાદ તેમાં મોટા ટુકડામાં કાપેલી ૨ ડુંગળી ઉમેરી ડુંગળી નરમ થાય પછી તેમાં મોટા ટુકડામાં કાપેલા ૨ ટામેટાં ઉમેરવા સાથે તેમાં ૧ નાની ચમચી જેટલું મીઠું ઉમેરવું.૨ થી ૩ મિનિટ સુધી થવા દેવું.ધ્યાન રાખવું ટામેટાં હલકાં નરમ થવા દેવા વધારે નરમ નથી કરવાના.હવે તે મિશ્રણને ઠંડુ થવા દેવું. ઠંડુ થયા બાદ તે મિશ્રણને મિક્સર જાળમાં લઈ તેની પેસ્ટ તૈયાર કરવી.
- 3
ત્યારબાદ તે જ પેનને ધોઈને ફરીથી તેમાં ૨ થી ૩ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી તેમાં તૈયાર કરેલ કાંદા ટામેટાં વાળી પેસ્ટ ઉમેરવી.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,તૈયાર કરેલ સુકા મસાલાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ૨ થી ૩ મિનિટ ઢાંકીને થવા દેવું. હવે ૨ થી ૩ મિનિટ બાદ તેમાં પનીર અને ફ્રાય કરેલા ડુંગળી કેપ્સીકમ ઉમેરી દેવા.તેને બરાબર મિક્સ કરી લેવું.
- 4
હવે જરૂરીયાત મુજબ પાણી ઉમેરી ૩ થી ૪ મિનિટ ધીમી આંચ પર થવા દેવું. ત્યારબાદ કસુરી મેથીને તવી પર ૫ થી ૭ સેકન્ડ માટે શેકી લેવી અને હાથની હથેળીની મદદથી ક્રશ કરી શાકમાં ઉમેરવી.તો તૈયાર છે ગરમાગરમ કઢાઈ પનીરનું શાક.બટર રોટી,નાન,પરાઠા અથવા રોટલી સાથે ગરમાગરમ સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ