ઓરીયો બિસ્કીટ કેક

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. મોટા પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. ૧ ચમચીબેન્કિંગ પાવડર
  3. ૧ ચમચીબેકિંગ સોડા
  4. ૨ ચમચીખાંડ
  5. જરૂરિયાત મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં બધી ઓરીયો બિસ્કીટ ના ટુકડા કરી મિક્સરમાં ભુક્કો કરી નાખો એકદમ પેસ્ટ બનાવી નાખો અને ત્રણ ચમચી જેટલું દૂધ નાખી દો એક ચમચી જેટલો બેંકિંગ સોડા બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    ગેસ ચાલુ કરી એક મોટી કઢાઈમાં થોડું મીઠું નાખીને પાંચ દસ મિનિટ માટે કઢાઈને ગરમ કરવા મૂકવી પછી કેક નું વાસણ લઈને તેમાં થોડું તેલ લગાવવું અને કેક ના મિશ્રણ ને વાસણમાં રાખી લેવું

  3. 3

    કેકના વાસણને ગરમ કરેલી કડાઈમાં મૂકી દેવું હવે એને ઢાંકી દેવું 20 મિનિટ સુધી તેને ધીમા તાપે થવા દો.

  4. 4

    20 મિનિટ પછી ગેસ બંધ કરી ચેક કરી લેવું કેક બની ગઈ કે નહીં. કેકને ઠંડી થવા દેવી.

  5. 5

    કેક ઠંડી થઇ જાય પછી કેક ને સજાવશુ કેક ના ઉપર ચોકલેટ ને છીની લેવું. અને કેક ના ઉપર ઑરીઓ બીસકીટ થી સજાવી

  6. 6

    કેક ઉપર ચોકલેટ સ્ટીક મુકીને કેક સજાવી

  7. 7

    ચોકલેટ કેક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes