વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ મૂકી પાણી ગરમ થાય એટલે પાણી ઉકળે એટલે તેમાં ચોખા નાખો અને તેને બાફી લો તે ગરમ બફાઈ જાય એટલે તેને ગાળી ચોખા ને ઠંડા પાણીથી ધોઈ લો.અવે કેપ્સીકમ, બટાકા અને ગાજર અલગ બાઉલમાં બાફી લો.
- 2
અવે એક પેણીમાં તેલ મૂકી તેમાં લવિંગ અને તમાલપત્ર નાખી ગરમ થાય એટલે તેમાં આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ તેમાં કાંદો નાખી સાંતળો કાંદા ગુલાબી થાય એટલે તેમાં બાફેલા કેપ્સીકમ, બટાકા,ગાજર નાખી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટાં નાખી તેમાં મીઠું,મરચું હળદર, ધાણાજીરું,ગરમ મસાલો નાખી હલાવો અને ચઢવા દો ત્યારબાદ તેમાં ચોખા ઉમેરી બરાબર મિક્સ કરો અને ગરમ થાય પછી પ્લેટ માં લઇ ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13246185




ટિપ્પણીઓ