વાટેલી દાળના ખમણ (ગુજરાત ના સ્પેશિયલ) (Vateli Dal Na Khaman Recipe In Gujarati)
# વેસ્ટ ,ફલેવર,૨
વાટેલી દાળના ખમણ (ગુજરાત ના સ્પેશિયલ) (Vateli Dal Na Khaman Recipe In Gujarati)
# વેસ્ટ ,ફલેવર,૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ ને ત્રણથી ચાર પાણી ધોઈ લેવી.
- 2
ત્યારબાદ ચણાની દાળને પાણી નાખીને બોળી દેવી. ચણાની દાળને પાંચથી છ કલાક માટે પડવા દેવી.
- 3
હવે પાંચથી છ કલાક બાદ ચણાની દાળને મિક્સરમાં ખાટુ દહીં નાખીને વાટી લેવી.
- 4
બધી દાળ ને આવી રીતે મિક્સરમાં વાટી લેવી ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી ૬ થી ૭ કલાક માટે કોઈ ગરમ જગ્યાએ આથો લાવવા માટે મૂકી દેવો.
- 5
હવે છ થી સાત કલાક બાદ ખીરું એ ખોલીને જોઈ લેવું તેમાં સરસ અથવા આવી ગયો હશે.
- 6
હવે એમાં જરૂરિયાત મુજબ મીઠું,૨ ચમચી તેલ,1/2ચમચી હળદર, 1/2ચમચી હીંગ આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 7
ત્યારબાદ તેમાં એક પેકેટ ઈનો નાખવો અને એક્ટિવેટ કરવા માટે એના ઉપર એક ચમચી પાણી નાખો હવે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવું.
- 8
ત્યારબાદ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો હવે એક તપેલીમાં તેલ નાખીને તપેલીને ગ્રીસ કરી લેવી જેનાથી ખમણ નીચે ચોટસે નહીં.
- 9
હવે ગ્રીસ કરેલી તપેલીમાં તૈયાર કરેલું ખીરું પાથરી લેવું અને સ્ટીમ થવા માટે મૂકી દેવું.
- 10
પાંચથી છ મિનિટમાં ખમણ સ્ટીમ થઈ જશે
- 11
હવે તપેલીને બહાર કાઢીને ઠંડી પડવા દેવી ધીરુ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ ખમણ ના પીસ કરી લેવા.
- 12
ત્યારબાદ ખમણને ફ્રાય કરવા માટે એક કડાઈમાં જરૂરિયાત મુજબ તેલ નાખીને ગરમ થવા દેવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી રાઈ અને મરચું નાખીને વઘાર રેડી થઈ જાય પછી બનાવેલા કાપેલા ખમણને કડાઈમાં નાખીને બરાબર મિક્સ કરી લેવા.
- 13
હવે ખમણ ને એક ડિશમાં કાઢી લેવા અને એના ઉપર કોથમીર નાંખવી.
- 14
આપણા ગરમા ગરમ ખમણ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (10)